Aapnu Gujarat
બિઝનેસ

૧૦ કંપનીઓ પૈકીની ૮ની મૂડી ૫૪,૫૩૯ કરોડ ઘટી

શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની આઠ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૫૪૫૩૯ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માર્કેટમૂડીમાં સૌથી વધુ ઘટાડો થયો છે. ટીસીએસ અને એચડીએફસી સિવાય બાકીની તમામ કંપનીઓની માર્કેટ મૂડીમાં શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન નોંધપાત્ર ઘટાડો થયો છે. એચડીએફસી બેંક, આઈટીસી, એચયુએલ સહિતની આઠ કંપનીઓની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે. આરઆઈએલની માર્કેટ મૂડીમાં આ ગાળા દરમિયાન ૩૦૮૯૭.૭૧ કરોડનો ઘટાડો થયો છ ેજેથી તેની માર્કેટ મૂડી ઘટીને ૫૧૭૬૮૬.૦૭ કરોડ થઇ ગઇ છે. એસબીઆઈની માર્કેટ મૂડીમાં આ ગાળા દરમિયાન ૮૭૬૧.૫૩ કરોડનો ઘટાડો નોંધાતા તેની માર્કેટ મૂડી ઘટીને ૨૨૬૦૭૩.૪૦ કરોડ થઇ ગઇ છે. એચડીએફસી બેંકની માર્કેટ મૂડીમાં આ ગાળા દરમિયાન ૬૨૭૨.૭૯ કરોડનો ઘટાડો નોંધાતા તેની માર્કેટ મૂડી ૪૭૦૯૮૮.૦૪ કરોડ થઇ ગઇ છે. ઓએનજીસીની માર્કેટ મૂડીમાં ૩૧૪૪.૧૫ કરોડ અને ઇન્ફોસીસની માર્કેટ મૂડીમાં ૨૪૨૨.૯૮ કરોડનો ઘટાડો થયો છે. મારુતિ સુઝુકીની માર્કેટ મૂડીમાં પણ ૪૧૨.૩૪ કરોડનો ઘટાડો થયો છે. બીજી બાજુ એચડીએફસીની માર્કેટ મૂડીમાં ૨૦૩૦.૪૩ કરોડનો વધારો થયો છે. આની સાથે જ તેની માર્કેટ મૂડી વધીને હવે ૨૮૪૨૦૪.૩૬ કરોડ થઇ ગઇ છે. ટીસીએસની માર્કેટ મૂડી ૭૨૭.૪૩ કરોડ વધી છે જેથી તેની માર્કેટ મૂડી વધીને ૪૭૯૦૨૧.૭૬ કરોડ થઇ ગઇ છે. આરઆઈએલ માર્કેટ મૂડીની દ્રષ્ટિએ પ્રથમ ક્રમાંક ઉપર છે જ્યારે ટીસીએસ અને એચડીએફસી બીજા અને ત્રીજા ક્રમાંક ઉપર છે. છેલ્લા સપ્તાહ દરમિયાન સેંસેક્સમાં ૩૫૦ પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો જે ૧૧મી ઓગસ્ટ બાદથી સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. આવી જ રીતે નિફ્ટીમાં ૧.૧૯ ટકા અથવા તો ૧૨૧ પોઇન્ટનો ઘટાડો નોંધાઈ ચુક્યો છે. મોસ્ટ વેલ્યુડ કંપનીઓની માર્કેટ મૂડીમાં ઘટાડો થતાં કારોબારીઓ ચિંતાતુર બનેલા છે. આવતીકાલથી હવે નવા કારોબારી સત્રની શરૂઆત થશે.

Related posts

જીયો ફોનની ડિલિવરી અંતે શરૂ : લોકોમાં ભારે ઉત્સાહ

aapnugujarat

आयात पर निर्भरता खत्म करने की सरकार कर रही तैयारी, उद्योगों से मांगी उत्पादों की सूची

editor

Arvind Limited signs an MoU with Govt. of Gujarat

aapnugujarat

Leave a Comment

UA-96247877-1