Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સરહદ નજીકનાં ગામડાંઓનો વિકાસ જરૂરી : રાજનાથસિંહ

દેશના ૧૭ રાજ્યોની સરહદ પાકિસ્તાન, ચીન, નેપાળ, ભૂતાન મ્યાંન્માર અને બાંગ્લાદેશને સ્પર્ષે છે. તેના વિકસ માટે કેન્દ્ર સરકારે ૧૧૦૦ ફાળવ્યા છે.
આ યોજના ૧૯૮૬-૮૭માં અમલમાં મુકાઈ હતી જેમાં વિવિધ દેશોની સરહદે આવતા આ ૧૭ રાજ્યોના કુલ ૧૧૧ જિલ્લાઓના સરહદ પર આવતા ગામડાના વિકાસ માટે અત્યાર પર્યન્ત ૧૩,૪૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. આ યોજના હેઠળ સરહદથી ૫૦ કિ.મી. વિસ્તારમાં આવતા ગામડામાં પાયાની સુવિધા વિકસાવવી તેવો હેતુ રાખવામાં આવ્યો છે.
સરકારનું માનવું છે કે સરહદે આવતા ગામડાઓમાં પાયાની સુવિધા જેવી કે, પ્રાયમરી હેલ્થ સેન્ટર, પ્રાથમિક શિક્ષણ સુવિધા, કોમ્યુનિટી સેન્ટર, માર્ગ અને ફોન સુવિધા, ગટર વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા સહિતની સગવડ ઉભી કરવી જેથી સરહદી ગામડાઓનો વિકાસ અને સ્થિરતા જળવાઈ રહે. બોર્ડ એરિઆ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (બી.એ.ડી.પી.) અંગે ગૃહપ્રધાન રાજનાથસિંહના વડપણ હેઠળ આ બેઠક મળી હતી.
જેમાં ૨૫ જિલ્લાના મેજીસ્ટ્રેટ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ યોજના માટે ૨૦૧૫-૧૬માં ૯૯૯ કરોડ ફાળવવામાં આવ્યા હતા. તેમાં વધારો કરીને ૨૦૧૭-૧૮માં ૧૧૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. જેમાં સરહદ પર ૬૧ ગામડાનો ’મોડેલ વિલેજ’ તરીકે વિકાસ માટે રાજ્ય સરકારોને ૧૨૬ કરોડ ફાળવવામાં આવ્યા હતા.
જેમાં અરૃણાચલ, જમ્મુ-કાશ્મીર, ત્રિપુરા, ઉ.પ્રદેશ અને પ.બંગાળ રાજ્યના વિસ્તારો આંતર રાષ્ટ્રીય સરહદને સ્પર્ષે છે. ગૃહપ્રધાને કહ્યું હતું કે સરહદી વિસ્તારના નાગરિકો દેશના મહત્ત્વના નાગરિકો છે. તેમના સામાજીક તેમજ આર્થિક વિકાસથી સરહદની સુરક્ષા મજબૂત રીતે જળવાય છે અને તેમના વિકાસાર્થે તમામ પ્રયાસો કરાશે.

Related posts

प्रधानमंत्री मोदीने तेजपुर विश्वविद्यालय के 18वें दीक्षांत समारोह को किया संबोधित

editor

બિહારની દરેક લોકસભા સીટ પર દરેક રાજકીય પક્ષોની નજર

aapnugujarat

યુદ્ધ જ નથી થઈ રહ્યું તો સૈનિકો શહીદ કેમ થાય છે ?ઃ ભાગવત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1