Aapnu Gujarat
બિઝનેસ

મોનાર્ક નેટવર્થ કેપિટલ લિમિટેડની 2018-19ના બીજા ત્રિમાસિક ગાળાની વ્યાજ, કરવેરા અને ઘસારા પૂર્વેની સ્ટેન્ડએલોન કમાણી 11.55 ટકા વધીને રૂ.5.36 કરોડ થઈ

અમદાવાદ સ્થિત ફાયનાન્સિયલ સર્વિસીસ પ્રોવાઈડર મોનાર્ક નેટવર્થ કેપિટલ લિમિટેડ (એમએનસીએલ) દ્વારા તેના તા.30 સપ્ટેમ્બર, 2018ના રોજ પૂરા થતા બીજા ત્રિમાસિક ગાળાના પરિણામોની જાહેરાત કરવામાં આવી છે. કંપનીની નાણાંકિય વર્ષ 2018-19ની વ્યાજ, કરવેરા અને ઘસારા પૂર્વેની કોન્સોલિડેટેડ કમાણી વાર્ષિક ધોરણે (Y to Y) 11.55 ટકા વધીને રૂ.5.36 કરોડની સપાટીએ સ્થિર  થઈ છે.

એમએનસીએલની  નાણાંકિય વર્ષ 2018-19ના બીજા ત્રિમાસિક ગાળાની સ્ટેન્ડએલોન કુલ આવક રૂ.17.72 કરોડની સપાટીએ સ્થિર થઈ છે, જે વાર્ષિક ધોરણે (Y to Y) રૂ.17.86 કરોડમાં  0.79 ટકાનો મામૂલી ઘટાડો દર્શાવે છે. એમએનસીએલની નાણાંકિય વર્ષ 2018-19ના બીજા ત્રિમાસિક ગાળાની એકંદર કમાણી તા.30 જૂન, 2018ના રોજ પૂરા થતા તુરંત અગાઉના ત્રિમાસિક ગાળાની તુલનામાં  મામૂલી ઘટાડા સાથે રૂ.16.50 કરોડથી ઘટીને રૂ.15.94 કરોડની સપાટીએ સ્થિર થઈ છે.

નાણાંકિય વર્ષ 2018-19ના બીજા ત્રિમાસિક ગાળાનો કરવેરા પૂર્વેનો નફો વાર્ષિક ધોરણે (Y to Y) 10.46 ટકા વધીને રૂ.4.66 કરોડ થયો છે. સમાન પ્રકારે બીજા ત્રિમાસિક ગાળામાં એમએનસીએલનો કરવેરા પછીનો નફો 15.85 ટકા વધીને વાર્ષિક ધોરણે (Y to Y) રૂ.4.38 કરોડની સપાટીએ સ્થિર થયો છે.

નાણાંકિય વર્ષ 2018-19ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વહિવટી અને વેચાણ ખર્ચ રૂ.7.31 કરોડ હતો તે એ જ વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં  ઘટીને રૂ.6.62 કરોડ થયો છે. એમએમસીએલનો કાર્યકારી નફો 7.59 ટકા વધીને બીજા ત્રિમાસિક ગાળામાં 3.57 કરોડ થયો છે. તા.30 સપ્ટેમ્બર, 2018ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીની સ્ટેન્ડએલોન શેર દીઠ કમાણી વાર્ષિક ધોરણે (Y to Y) રૂ.1.22 થી વધીને રૂ.1.42 થઈ છે. આ શેર દીઠ કમાણી તુરંત અગાઉના ત્રિમાસિક ગાળામાં રૂ.1.43ની શેરદીઠ કમાણીની તુલનામાં મામૂલી ઘટાડા સાથે રૂ.1.42 થઈ છે.

એમએનસીએલના મેનેજીંગ ડિરેક્ટર અને ચેરમેન શ્રી વૈભવ શાહ જણાવે છે કે “એકંદર આવકમાં મામૂલી ઘટાડા છતાં એમએનસીએલ તેની વૃધ્ધિની પરંપરા જાળવીને આગળ વધી રહ્યું છે અને અહેવાલના ત્રિમાસિક ગાળા દરમ્યાન 12 નવા બિઝનેસ એસોસિએટસ સાથે જોડાણ કર્યું છે. ”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે “અહેવાલના ત્રિમાસિક ગાળા દરમ્યાન અમે મર્ચન્ટ બેન્કિંગ ડીવીઝન હેઠળ ડેન્ગી ડમ્સ લિમિટેડને ઈનિશ્યલ પબ્લિક ઓફર (આઈપીઓ) રજૂ કરવામાં સહાય કરી છે અને તેમાં વ્યાપક સામેલગિરી દ્વારા ભરણું 60.77 ગણું છલકાઈ ગયું હતું. આ બંને કામગીરીઓ મારફતે કંપનીની હાલની બિઝનેસ લાઈનમાં વધારાની બિઝનેસ આવકનો ઉમેરો થશે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે “એમએનસીએલને મોનાર્ક નેટવર્થ કોમટ્રેડ  લિમિટેડ, મોનાર્ક વેલ્થ સોલ્યુશન્સ લિમિટેડ, નેટવર્થ ઈન્સ્યોરન્સ બ્રોકીંગ લિમિટેડ (પેટા કંપનીઓ) અને મોનાર્ક સોફ્ટટેક લિમિટેડ (એસોસિએટ કંપની) સાથે એમએનસીએલના સૂચિત મર્જર માટે તમામ નિયંત્રક સંસ્થાઓનું નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ મળી ગયું છે અને અમે નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ, મુંબઈ સમક્ષ તા.10 સપ્ટેમ્બર, 2018ના રોજ પિટીશન ફાઈલ કરી દીધી છે અને સુનાવણીની પ્રતિક્ષામાં છીએ.”

Related posts

સેંસેક્સ ૨૦૪ પોઇન્ટ ઉછળીને ૩૫,૭૧૭ની નવી સપાટી ઉપર

aapnugujarat

કાગળ પર ચાલતી કંપનીઓના ડિરેક્ટરો ભરાઈ જશે

aapnugujarat

રિલાયન્સ જિયોએ ટેલિકૉમ કંપનીઓને ૪જી સ્પીડના મામલામાં પાછળ છોડી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1