Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

શુજાતને મારી નાંખવાનો હુકમ હાફીઝ સઇદ દ્વારા અપાયો

જમ્મુ કાશ્મીર પોલીસે લશ્કરે તોયબાના ૪૮ વર્ષના ત્રાસવાદી સજ્જાદ ગુલને કાશ્મીરી પત્રકાર શુજાત બુખારીની હત્યા માટે માસ્ટરમાઇન્ડ તરીકે ગણાવીને તેની વિગત પુરી પાડી છે. મેનેજમેન્ટ ગ્રેજુએટ સજ્જાદ ગુલ પાંચ વર્ષ પહેલા પાકિસ્તાન જતો રહ્યો હતો. ગુપ્તચર સુત્રોના કહેવા મુજબ મુળભુત રીતે કાશ્મીરના નિવાસી અને ત્રાસવાદી સજ્જાદે બેંગલોરની એક ખાનગી સંસ્થામાંથી એમબીએની ડિગ્રી હાંસલ કરી હતી. હાલમાં તે પાકિસ્તાનના રાવલપિંડીમાં રહે છે. કાશ્મીરી પત્રકાર શુઝાત બુખારીની હત્યાનો આદેશ લશ્કરે તોયબાના લીડર હાફિજ સઇદે આપ્યો હોવાના હેવાલ મળ્યા છે. સજ્જાદે તેના પોતાના દ્વારા પસંદ કરવામાં આવેલા સ્થાનિક ત્રાસવાદીઓને પત્રકારની હત્યા કરવા માટેની જવાબદારી સોંપી હતી. રાઇઝિંગ કાશ્મીરના એડિટર ઇન ચીફ સુજાત બુખારીએ કેન્દ્રના રમઝાન યુદ્ધવિરામનું સમર્થન કર્યું હતું. આના કારણે લશ્કરે તોઇબા સહિત કામ કરી રહેલા બીજા પાકિસ્તાની સંગઠન તેનાથી નારાજ હતા. સુજાતની હત્યા એક મોટા કાવતરાના હિસ્સા તરીકે હતી. માર્ચ મહિનામાં ભારત તરફથી નિમવામાં આવેલા મંત્રણાકાર અને ઇન્ટેલીજન્સ બ્યુરોના પૂર્વ ચીફ દિનેશ્વર શર્માએ વાતચીત બાદ કહ્યું હતું કે, શાંતિના વિરોધીઓ દ્વારા કાવતરું ઘડી કાઢવામાં આવ્યું હતું. શાંતિની તરફેણ કરનાર લોકોને ટાર્ગેટ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સુજાત બુખારીને મારવાનો આદેશ તોઇબાના લીડર તરફથી અપાયો હતો. તેને અંજામ આપવા માટે ખુબ ઓછા લોકોની ટોળકી સક્રિય થઇ હતી. સજ્જાદ ગુલને આ કામ માટે સ્થાનિક ત્રાસવાદીઓની પસંદગી કરવા માટે કહેવામાં આવ્યું હતું. જમ્મુ-કાશ્મીરમાં પત્રકાર સુજાત બુખારીની હત્યામાં સામેલ રહેલા હુમલાખોરોની ઓળખ કરી લેવામાં આવી છે. આ હત્યામાં સામેલ રહેલા હુમલાખોરો પૈકી એક પાકિસ્તાનથી છે. જ્યારે અન્ય બે દક્ષિણ કાશ્મીરના હોવાનું જાણવા મળ્યું છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે આ હત્યામાં નાવેદ જટ્ટનું નામ પણ સામેલ આવી રહ્યું છે જે લશ્કરે તોયબા સાથે જોડાયેલો આતંકવાદી છે. સૂત્રોના કહેવા મુજબ સુજાતની હત્યાના મામલામાં પાકિસ્તાન તરફથી એક મોટા કાવતરાના ઈનપુટ પણ મળી રહ્યા છે. હવે તપાસ સંસ્થાઓ ઉંડી તપાસમાં લાગેલી છે. આ હત્યાકાંડમાં સામેલ એક આતંકવાદીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. જ્યારે ત્રણ અન્યના સંદર્ભમાં એસઆઈટી અને અન્ય એજન્સીઓ સતત તપાસ કરી રહી છે. પત્રકારની હત્યામાં એક પાકિસ્તાની ત્રાસવાદી સામેલ હોવાની વિગત સપાટી ઉપર આવી રહી છે. જમ્મુ-કાશ્મીર પોલીસ અથવા કોઈ અન્ય તપાસ સંસ્થા હજુ સુધી આ સંદર્ભમાં કોઈ સત્તાવાર નિવેદન જારી કરી શકી નથી. પૂર્વમાં સેનાની ૧૫મી કોરથી જીઓસી લેફ્ટી. જનરલ એ.કે. ભટ્ટે આ હત્યાકાંડ પાછળ પાકિસ્તાની આતંકવાદીઓનો હાથ હોવાની વાત કરી હતી. સુજાત હત્યાકાંડ બાદ ખીણમાં એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે પાકિસ્તાની ત્રાસવાદીઓ આ હુમલામાં સીધી રીતે સંડોવાયેલા છે. ત્યારબાદ પોલીસે હુમલામાં સામેલ એક આતંકવાદીની ઓળખ કરીને મામલાની તપાસ માટે વિશેષ ટીમની રચના કરી હતી.

Related posts

ગરીબો માટે યથાવત રહેશે એલપીજી સિલિન્ડર તથા કેરોસીન ઉપરની સબસિડી

aapnugujarat

ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહનઃ ભીમ એપને વધુ યુઝર ફ્રેન્ડલી બનાવવાની સરકારની તૈયારી

aapnugujarat

પાકનું ખરાબ વર્તન : બિસારીયાને ગુરૂદ્વારામાં જતા અટકાવી દેવાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1