Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ગરીબો માટે યથાવત રહેશે એલપીજી સિલિન્ડર તથા કેરોસીન ઉપરની સબસિડી

થોડા સમય પહેલા ચર્ચા હતી કે રસોઈ ગેસ પરની સબસિડી બંધ કરી દેવામાં આવશે. જોકે આ ચર્ચાને પગલે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સ્પષ્ટ કર્યું હતું કે ગરીબો માટે એલપીજી સિલિન્ડર તથા કેરોસીન પરથી સબસિડી યથાવત રાખવામાં આવશે. ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે ઘરેલુ વપરાશ માટે એલપીજી પરની સબસિડી બંધ કરવાની કોઈ યોજના નથી અને ગરીબો તથા સામાન્ય લોકો માટે એલપીજી અને કેરોસીન પરની સબસિડી યથાવત રહેશે.
ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે પૂર્વોત્તરમાં એલપીજી સંકટ સામે ઝઝૂમવા માટે ચટગાંવથી ત્રિપુરા સુધી પ્રાકૃતિક ગેસ માટે પાઇપલાઇન બનાવવા માટે તેમના મંત્રાલયે બાંગ્લાદેશ સાથે વાત કરી છે. અને પશ્ચિમ બંગાળના સિલિગુડીથી બાંગ્લાદેશના પાર્વતીપુરમાં ડીઝલ પરિવહન માટે પાઇપલાઇન ફેલાવવામાં આવી રહી છે. અસમમાં ન્યૂમલ ગઢ, ઓઇલ રિફાઇનરીથી સિલિગુડીમાં ડીઝલ લઈ જવા માટે એક પાઇપલાઇન આપવામાં આવી છે. તેના બદલે ચટગાંવથી ત્રિપુરા સુધી ગેસ લાઇનનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ મુદ્દાને રાજકીય સ્તરે આગળ વધારવામાં આવી રહ્યો છે.પેટ્રોલિયમ મંત્રીએ ઉમેર્યું હતું કે હું નજીકના સમયમાં બાંગ્લાદેશ જવાનો છું બાંગ્લાદેશ સરકાર પાસેથી આ પાઇપલાઇનની મંજૂરી મળ્યા બાદ ભારત -બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સીમા ઉપર રેલ્વે લાઇન પાસે પાથરવામાં આવશે.

Related posts

बाबरी विध्वंस केस में आडवाणी जोशी के खिलाफ साजिश का आरोप तय हुआ

aapnugujarat

स्मृति ईरानी से डरते है राहुल गांधी : शाहनवाज हुसैन

aapnugujarat

રાહુલ ગાંધી છેલ્લા ૧૦ વર્ષમાં કર્ણાટકના ૩૦ જિલ્લા ધમરોળનારા તેઓ પ્રથમ કોંગ્રેસ અધ્યક્ષ બન્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1