Aapnu Gujarat
રમતગમત

ચોથી ટેસ્ટમાં ઇંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવી ૩-૧થી સિરીઝ જીતી

ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી ચાર ટેસ્ટ મેચની સિરીઝની અંતિમ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકાને ૧૧૭ રનથી હરાવ્યુ હતું. આ જીત સાથે જ ઇંગ્લેન્ડે ૩-૧થી સિરીઝ પોતાના નામે કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે, ઇંગ્લેન્ડે ૧૯ વર્ષના અરસા બાદ પોતાની ધરતી પર દક્ષિણ આફ્રિકાને ટેસ્ટ સિરીઝ હરાવવામાં સફળતા મેળવી છે.૩૮૦ રનના લક્ષ્યનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાની ટીમ છેલ્લા દિવસે ટી બ્રેક સુધીમાં ૨૦૨ રન બનાવી ઓલઆઉટ થઇ હતી.
આ પહેલા ઇંગ્લેન્ડની ટીમે પોતાની પ્રથમ ઇનિંગ્સમાં ૩૪૬ રન બનાવ્યા હતા. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ ૨૨૬ રન બનાવી શકી હતી. આમ, પ્રથમ ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડને ૧૩૬ રનની સરસાઇ મળી હતી. બીજી ઇનિંગ્સમાં મોઇન અલીની શાનદાર બેટિંગની મદદથી ઇંગ્લેન્ડની ટીમે ૨૪૩ રન બનાવ્યા હતા અને દક્ષિણ આફ્રિકાની ટીમને ૩૮૦ રનનો લક્ષ્ય આપ્યો હતો.જ્યારે આ લક્ષ્યનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાની ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી હાશિમ અમલાએ ૮૩ રન અને ફાફ ડૂપ્લેસીએ ૬૧ રન બનાવ્યા હતા.આ સિવાય અન્ય કોઇ બેટસમેન મેદાન પર ટકી શક્યું ન હતું. ઇંગ્લેન્ડ તરફથી બીજી ઇનિંગ્સમાં સૌથી વધુ જેમ્સ એન્ડરસને ૪ અને સ્ટુઅર્ટ બ્રોડને ૩ વિકેટ મળી હતી. મોઇન અલીને મેન ઓફ ધ મેચ અને મોર્ને મોકર્લને મેન ઓફ ધ સિરીઝનો પુરસ્કાર અપાયો હતો.

Related posts

हर फॉरमेंट में उपयोगी हो सकते हैं ग्रीन : पोंटिंग

editor

सूर्यकुमार यादव की अनदेखी करने पर भड़के हरभजन

aapnugujarat

રિયુએ પોતાના નામે કર્યો કોરિયા ઓપન,15 કરોડ ની ઇનામી રાશિ રાહત ફંડમાં દાન કરી દીધી

editor

Leave a Comment

UA-96247877-1