Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પાકિસ્તાનની રાજનીતિમાં ઘુસણખોરી માટે હાફિઝ તૈયાર

વર્ષ ૨૦૦૮માં મુંબઇમાં કરવામાં આવેલા ભીષણ ત્રાસવાદી હુમલામાં માસ્ટરમાઇન્ડ અને જમાત ઉદ દાવાના લીડર હાફિઝ સઇદે હવે રાજનીતિમાં એન્ટ્રી કરવાની તૈયારી કરી લીધી છે. આની જાહેરાત કરવામાં આવ્યા બાદ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. હાફિઝ સઇદે રાજકીય પાર્ટીનુ નામ મિલ્લી મુસ્લિમ લીગ રાખ્યુ છે. જમાત ઉદ દાવાના વરિષ્ઠ સભ્ય સેફુલ્લાહ ખાલિદને પાર્ટી અધ્યક્ષ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સોમવારના દિવસે ઇસ્લામાબાદમાં પાર્ટીના નામ, લોગો અને ધ્વજની જાહેરાત કરવામાં આવી હતી. મિડિયા સાથે વાત કરતા સેફુલ્લાહે કહ્યુ હતુ કે મિલ્લી મુસ્લિમ લીગ પાકિસ્તાનને એક વાસ્તવિક ઇસ્લામિક અને ક્લ્યાણકારી દેશ બનાવવા માટે કામ કરશે. સેફુલ્લાહે કહ્યુ હતુ ક તેમની પાર્ટી સમાન વિચારધારા ધરાવનાર પાર્ટીઓની સાથે મળીને કામ કરશે. પાર્ટીમાં હાફિઝની ભૂમિકા શુ રહેશે તે અંગે હજુ સુધી માહિતી મળી શકી નથી. સઇદની તરફથી રાજનીતિમાં આવવાની જાહેરાત એવા સમયમાં કરવામાં આવી છે જ્યારે પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલનો દોર ચાલી રહ્યો છે. પાનામા કેસમાં નવાઝ શરીફને વડાપ્રધાનપદ ગુમાવી દેવાની ફરજ પડી છે. આવી સ્થિતીમાં હાફિઝને લાગે છે કે આ રાજકીય ક્ષેત્રમાં એન્ટ્રી કરવા માટેનો આદર્શ સમય છે. પાકિસ્તાની સેના અને આઇએસઆઇમાં તેની સારી પ્રતિષ્ઠા રહેલી છે. હાફિઝ છેલ્લા છ મહિનાથી નજર કેદ હેઠળ છે. હાફિઝની સાથે અન્ય ત્રાસવાદીઓ પણ ાહાલમાં નજર કેદ હેઠળ રહેલા છે.

Related posts

Brazil में 24 घंटों में कोरोना से 1274 की मौत

editor

બ્રિટનમાં મહિલા છીંક ખાતા ૧૨ વર્ષથી નાકમાં ફસાયેલી વીંટી બહાર નીકળી..!!

aapnugujarat

दोबारा विश्व के सबसे अमीर शख्स बने जेफ बेजोस

editor

Leave a Comment

UA-96247877-1