Aapnu Gujarat
રમતગમત

ચેતેશ્વર પુજારા અને જાડેજા આધારસ્તંભ તરીકે ઉભર્યા

ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમ હવે અપરાજિત તરીકે ઉભરી રહી છે. ભારતીય ટીમે છેલ્લી ઘણી શ્રેણીથી કોઇ શ્રેણી ગુમાવી નથી. ભારતીય ટીમે છેલ્લે સતત આઠ ટેસ્ટ શ્રેણી જીતી છે. ટેસ્ટ ક્રિકેટમાં આ શાનદાર દેખાવ બદલ કેટલાક ખેલાડીઓની ભૂમિકા ચાવીરુપ રહી છે. આ દેખાવમાં ચેતેશ્વર પુજારા અને રવિન્દ્ર જાડેજાની જોડી ઘાતક તરીકે ઉભરી આવી છે. બેટિંગમાં ચેતેશ્વર પુજારા અને બોલિંગમાં રવિન્દ્ર જાડેજા અસરકારક સાબિત થયા છે. જુલાઈ ૨૦૧૬ બાદથી ચેતેશ્વર પુજારાએ ટેસ્ટ ક્રિકેટમાં ૧૮ ટેસ્ટ મેચોમાં છ સદી અને આઠ અડધી સદી ફટકારી છે. જુલાઈ ૨૦૧૬ બાદથી પુજારાએ ૬૪ રનથી વધુની સરેરાશ સાથે ૧૬૭૯ રન કર્યા છે. મોટાભાગના બેટ્‌સમેનો કરતા તેનો દેખાવ વધારે સારો રહ્યો છે. બીજી બાજુ બોલિંગની વાત કરવામાં આવે તો જાડેજા સૌથી અસરકારક રહ્યો છે. રવિન્દ્ર જાડેજાએ જુલાઈ ૨૦૧૬ બાદથી ૧૬ ટેસ્ટ મેચોમાં ૮૭ વિકેટ ઝડપી છે જે પૈકી પાંચ વિકેટ મેચમાં પાંચ વખત અને ૧૦ વિકેટ મેચમાં એક વખત ઝડપી છે. આવી સ્થિતિમાં આ બંને ખેલાડીઓ જોરદારરીતે ઉભરી આવ્યા છે. જાડેજા બે ઓલરાઉન્ડર પૈકી એક તરીકે ઉભરી આવ્યો છે. જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં ૫૦૦ રન અને ૭૫ વિકેટો ઝડપી છે. અશ્વિન આ પ્રકારની સિદ્ધિ હાસલ કરી ચુક્યો છે.

Related posts

ધોનીના લીધે સેમીફાઈનલ જીત્યાં : કોહલી

aapnugujarat

VIRAT KOHLI સાઉથ આફ્રિકાની ટૂર પર T20 અને વન-ડે નહીં રમે

aapnugujarat

એબી ડીવિલિયર્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કર્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1