Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

બ્રિટનમાં મહિલા છીંક ખાતા ૧૨ વર્ષથી નાકમાં ફસાયેલી વીંટી બહાર નીકળી..!!

બ્રિટનમાં એક મહિલાની સાથે એવું થયું કે જાણનારા લોકો સ્તબ્ધ થઇ ગયા. એક મહિલાની વીંટી ૧૨ વર્ષ પહેલાં ખોવાય ગઇ હતી. મહિલાએ જેવી છીંક ખાધી કે તેના નાકમાંથી ૧૨ વર્ષ પહેલાં ખોવાયેલી વીંટી ચમકતી દેખાઇ. તેણે જેવી જોરથી છીંક ખાધી કે વીંટી બહાર નીકળી ગઇ. તેને જોઇ જોનારા સ્તબ્ધ થઇ ગયા. ૧૨ વર્ષથી છોકરીના નાકમાં વીંટી ફસાયેલી હતી.
બ્રિટનના અબિગેલ યૉર્કશાયર વિસ્તારમાં રહેતી અબિગેલ થોમ્પસને કહ્યું કે મારી માતા એ મને વીંટી ગિફ્ટમાં આપી હતી. થોડાંક મહિના બાદ મને વીંટી કયાંય મળી નહીં. મેં કયારેય વિચાર્યું નહોતું કે વીંટી મારા નાકમાં ફસાઈ હતી. મારા કેટલાંક મિત્રો છે જ્યારે પણ તેઓ મારી સાથે હોય તો હું વિચારતી કે આમાંથી તો કોઇએ વીંટી ચોરી નથી ને.
તેણે કહ્યું કે બિલકુલ સામાન્ય દિવસ હતો. હું સોફા પર બેઠી હતી. મને ઘણી બધી છીંક આવી રહી હતી. મેં કપડાંથી સાફ કરીને નાકની અંદર જોયું તો મને કંઇક ચળકતું દેખાયું હતું. મને ખબર પડી હતી કે મારા નાકની અંદર કંઇક ફસાયું છે. જેવી મેં જોરથી છીંક ખાધી અને કપડાને ખોલીને જોયું તો હું સ્તબ્ધ થઇ ગઇ. આ એ જ વીંટી હતી જે ૧૨ વર્ષ પહેલાં ગુમ થઇ ગઇ હતી. ૨૦૦૭થી તેને નાકમાં કોઇ મુશ્કેલી આવી નથી. તે વ્યવસ્થિત રીતે શ્વાસ લઇ શકતી હતી. તેમણે કહ્યું કે હું આટલા વર્ષોમાં કયારેય ડૉકટર પાસે ગઇ નથી કારણ કે મને શ્વાસ લેવામાં કયારેય મુશ્કેલી પડી નહોતી.

Related posts

21 months in prison to convicted man for shared New Zealand mosque shooting video

aapnugujarat

US’s Boeing hands over 11th C-17 Globemaster aircraft to India

aapnugujarat

ફ્લોરિડામાં યુવકે બેન્કમાં કર્યો ગોળીબાર : પાંચ લોકોના મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1