Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મથુરાથી ચૂંટણી લડવા પાર્ટીએ લીલીઝંડી આપી : હેમા માલિની

અભિનયની દુનિયાથી રાજનીતિમાં આવેલી હેમા માલિનીએ મંગળવારે દાવો કર્યો હતો કે તેમને મથુરાથી જ ફરીથી ચૂંટણી લડવા માટે લીલી ઝંડી મળી છે. આ સાથે જ મથુરાથી ભાજપા સાંસદ હેમા માલિનીએ પોતાના કાર્યોના દમ પર ફરીથી જીતનો દાવો પણ કર્યો છે. હેમા માલિનીએ પોતાના ક્ષેત્રના લોકોને મથુરા જંક્શન રેલવે સ્ટેશનના આધુનિકીકરણનું વચન પણ આપ્યું છે.
તેમણે મથુરા જંક્શન સ્ટેશન પર વિવિધ પ્રોજેક્ટ્‌સનું ઉદ્ઘાટન કર્યા પછી પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું કે સ્ટેશનના આધુનિકીકરણ માટે રેલવે અધિકારીઓ શ્રેષ્ઠ કામ કરી રહ્યા છે. મથુરાથી ફરી ચૂંટણી લડવા વિશે પૂછવા પર તેમણે કહ્યું કે પાર્ટીએ તેમને આ સંબંધમાં લીલી ઝંડી આપી દીધી છે અને તેમણે આ સંબંધમાં કામ પણ શરૂ કરી દીધું છે. તેમણે કહ્યું કે મથુરા અને લખનઉં વચ્ચે એક ટ્રેન શરૂ કરવા માટે તેઓ રેલ મંત્રી પીયુષ ગોયલને વિનંતી કરશે.
આ પહેલાં તેમણે એક અન્ય કાર્યક્રમમાં પત્રકારો સાથે વાતચીત કરી વિશ્વાસ દર્શાવ્યો હતો કે તેઓ ફરીથી ચૂંટણી જીતશે. ફરીથી ચૂંટણી લડવાના પ્રશ્ન પર તેમણે કહ્યું કે લડીશ. ચોક્કસ લડીશ. મથુરાથી જ લડીને ચૂંટણી અવશ્ય જીતીશ. તેમણે કહ્યું કે મેં મારા સંસદીય ક્ષેત્રમાં સંપૂર્ણ શ્રદ્ધાથી કામ કર્યું છે … આજે તમે પરિવર્તન જાતે જોઇ શકો છો. ઘણા વિસ્તારોમાં શહેરો કરતા પણ વધુ સારી ગુણવત્તાવાળા માર્ગો બનાવવામાં આવ્યા છે.

Related posts

पाक ने पुंछ में किया संघर्षविराम का उल्लंघन

editor

ડોકલામ નજીક ચીન માર્ગોને પહોળા કરવામાં વ્યસ્ત

aapnugujarat

શિક્ષણ એ નફો કમાવવાનો વ્યવસાય નથી : SC

aapnugujarat

Leave a Comment

UA-96247877-1