Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

મંદી પર બ્રેક : સેંસેક્સમાં ૭૪ પોઇન્ટની રિકવરી

શેરબજારમાં આજે ફરી એકવાર રિકવરી જોવા મળી હતી. કારોબારના અંતે સેંસેક્સ અને નિફ્ટી બંને ઉંચી સપાટીએ રહ્યા હતા. ફાઈનાન્સિયલ અને આઈટીના શેરમાં ઉથલપાથલનો દોર રહ્યો હતો. વેદાંતના શેરમાં મોટો કડાકો બોલી ગયો હતો.
ચીનમાં આયર્ન ઓરની કિંમતમાં ઘટાડો થયા બાદ તેમાં કડાકો બોલાયો હતો. સતત ત્રણ સેશનમાં ઘટાડો થયા બાદ આઈટીના શેરમાં ઉછાળો નોંધાયો હતો. નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં એક ટકાનો ઉછાળો રહ્યો હતો.
ઇન્ફોસીસમાં ૧.૭ ટકા અને ટેક મહિન્દ્રામાં ચાર ટકાથી વધુનો ઉછાળો રહ્યો હતો. વૈશ્વિક બજારમાં એશિયન શેરબજારમાં મંદી રહી હતી. આવતીકાલે અમેરિકામાં ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ વ્યાજદરમાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે. આજે કારોબારના અંતે સેંસેક્સ ૭૪ પોઇન્ટ રિકવર થઇને ૩૨૯૯૬ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૦૧૨૪ની સપાટીએ રહ્યો હતો તેમાં ૩૦ પોઇન્ટની રિકવરી થઇ હતી. સેંસેક્સ આવતીકાલે ૩૩૦૦૦ હજારની સપાટી હાંસલ કરી શકે છે.
હાલમાં જારી કરાયેલા આંકડામાં વર્ષ ૨૦૧૭-૧૮ના ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથ રેટ ૭.૨ ટકા રહ્યો હતો. વર્ષ ૨૦૧૭-૧૮ના બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી દર ૬.૫ ટકા રહ્યો હતો. આ ત્રિમાસિક ગાળામાં સ્થાનિક અને અન્ય વૈશ્વિક કારણોસર દેશનો જીડીપી ગ્રોથ રેટ ઓછો રહેવાનો અંદાજ હતો.
જીડીપી જુલાઈ-સપ્ટેમ્બરના ગાળામાં ૬.૩ ટકા સુધી રહ્યો હતો. એપ્રિલ-જૂનના ત્રિમાસિક ગાળામાં ૫.૭ ટકાની ત્રણ વર્ષની નીચી સપાટીએ રહ્યા બાદ જુલાઈ-સપ્ટેમ્બરના ગાળામા તેમાં ઉછાળો નોંધાયો હતો. તે પહેલા ૭.૫ ટકાનો આંકડો રહ્યો હતો.
બજાર સાથે જોડાયેલા લોકો સંસદમાં ઘટનાક્રમ ઉપર પણ નજર રાખી રહ્યા છે. મોટા રાજકીય ઘટનાક્રમના ભાગરુપે ચંદ્રાબાબુ નાયડુના નેતૃત્વમાં ટીડીપી અને જગનમોહન રેડ્ડીના નેતૃત્વમાં વાયએસઆર કોંગ્રેસે મોદી સરકાર સામે અવિશ્વાસ દરખાસ્ત લાવવા તૈયારી કરી છે. આના લીધે રોકાણકારો સાવચેત બનેલા છે. શુક્રવારના દિવસે ઇક્વિટી માર્કેટમાં વેચવાલીનું મોજુ રહ્યું હતુ ંજેથી તેમાં ઘટાડો રહ્યો હતો. સેંસેક્સ ૦.૩૯ ટકા ઘટીને ૩૩૧૭૬ની સપાટીએ સાપ્તાહિક આધાર પર રહ્યો હતો જ્યારે નિફ્ટી ૦.૩૦ ટકા ઘટીને ૧૦૧૯૫ની સપાટી ઉપર રહ્યો હતો. શેરબજારમાં સતત ઉતારચઢાવના કારણે કારોબારીઓ હાલમાં મુડીરોકાણ કરવાની સ્થિતીમાં દેખાઇ રહ્યા નથી. કારણ કે રોકાણને લઇને કારોબારી સાવધાન રહેવા માંગે છે. હાલમાં બેકિંગ ક્ષેત્રોમાં મોટો ઘટાડો થઇ ચુક્યો છે.
ગયા સોમવારના દિવસે રિટેલ ફુગાવો અથવા તો કન્ઝ્‌યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ ઉપર આધારિત ફુગાવાના આંકડા જારી કરવામાં આવ્યા હતા. રિટેલ ફુગાવો ઘટીને ચાર મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. રિટેલ ફુગાવો ૪.૪૪ ટકાની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. આવી જ રીતે હોલસેલ આધારિત ફુગાવાનો આંકડો ગયા બુધવારના દિવસે જારી કરવામાં આવ્યો હતો જે ફેબ્રુઆરી મહિનામાં ૨.૪૮ ટકા રહ્યો છે.
હોલસેલ ઇંડા, માંસ અને ફિશના ફુગાવામાં ઘટાડો થયો છે. આ ફુગાવો ૦.૩૭ ટકાની સામે માઇનસ ૦.૨૨ ટકા રહ્યો છે.
સતત ત્રીજા મહિને ફુગાવામાં ઘટાડો થયો છે. ડબલ્યુપીઆઈ આધારિત ફુગાવો જાન્યુઆરી મહિનામાં ૨.૮૪ ટકાની છ મહિનાની નીચી સપાટીએ રહ્યો હતો.ડબલ્યુપીઆઈ ફુગાવો ખાદ્યાન્ન ચીજવસ્તુઓના ભાવ નીચા રહેવાથી ૨.૮૪ ટકા રહ્યો હતો જે છ મહિનાની નીચી સપાટી છે. સાતમી ફેબ્રુઆરીના દિવસે દેશની સર્વોચ્ચ બેંક આરબીઆઈની નાણાંકીય નીતિ સમીક્ષાના પરિણામ અને નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ગઇકાલે કારોબારના અંતે બીએસઈ સેંસેક્સ ૨૫૩ પોઇન્ટ ઘટીને ૩૨૯૨૩ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૦૧ પોઇન્ટ ઘટીને ૧૦૦૯૪ની નીચી સપાટીએ રહ્યો હતો.

Related posts

સેન્સેક્સમાં ૫૫૧ પોઈન્ટનો કડાકો

aapnugujarat

नरेंद्र मोदी दूर-दूर तक फादर ऑफ इंडिया नहीं हैं, ट्रंप एक जाहिल आदमी : ओवैसी

aapnugujarat

૬ હજાર દવાઓ પર ટૂંક સમયમાં જ લાગશે પ્રતિબંધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1