Aapnu Gujarat
રાષ્ટ્રીય

ટ્રાફિકના નિયમ તોડનારા ચેતી જજો

આડેધડ ડ્રાઈવિંગ કરીને ટ્રાફિક નિયમ ભંગ કરનારે અત્યાર સુધી દંડ તો ભરવો જ પડતો હતો, પરંતુ હવે તેમને બીજી એક રીતે પણ ખિસ્સું હળવું કરવા પડશે. વીમા નિયમનકારી સંસ્થા દ્વારા નિયુક્ત કરાયેલી એક કમિટિએ ભલામણ કરી છે કે ટ્રાફિકના નિયમો તોડનારા પાસેથી ઈન્શ્યોરન્સનું ઉંચું પ્રિમિયમ વસૂલવામાં આવે. જો આ ભલામણનો અમલ થઈ ગયો તો તમને જેટલા મેમો મળ્યા હશે તે પ્રમાણે તમારે વાહનનો વીમો લેતી વખતે પૈસા પણ વધુ ભરવા પડશે.વર્કિંગ કમિટીએ ભલામણ કરી છે કે મોટર ઈન્શ્યોરન્સમાં ટ્રાફિકના નિયમોના ભંગનું પ્રીમિયમ પણ સામેલ કરવામાં આવે. વર્કિંગ કિમિટીએ તેના માટે મોટર ઈન્શ્યોરન્સમાં પાંચમું સેક્શન ઉમેરવાની ભલામણ કરી છે. અત્યારે મોટર ઈન્શ્યોરન્સના પ્રીમિયમમાં ઓન ડેમેજ ઈન્શ્યોરન્સ, થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સ, એડિશનલ થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સ અને કમ્પલસરી પર્સનલ એક્સિડન્ટ પ્રીમિયમને સામેલ કરવામાં આવે છે.સોમવારે નવ મેમ્બર્સની બનેલી વર્કિંગ કમિટીની ભલામણો અનુસાર, દારૂ પીને ગાડી ચલાવવાથી લઈને ખોટી જગ્યાએ પાર્કિંગ કરવા જેવા વિવિધ ભંગના આધાર પર ટ્રાફિકના નિયમોના ભંગનું પ્રીમિયમ નક્કી કરવામાં આવશે. વીમા કંપનીઓને ટ્રાફિકના નિયમોના ભંગ અંગે ચલણની માહિતી નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટરથી પ્રાપ્ત થશે.
જો આ ભલામણ લાગુ પડી જાય તો વીમા કંપનીઓ વાહનનો ઈન્શ્યોરન્સ લેનારા વ્યક્તિએ ટ્રાફિકના કેવા નિયમોનો કેટલીવાર ભંગ કર્યો છે તેની માહિતી એકત્ર કરીને તેના આધારે પ્રિમિયમ નક્કી કરી શકશે.ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એ વર્કિંગ કમિટીની ભલામણોને લઈને ડ્રાફ્ટ જારી કર્યો છે. આ ડ્રાફ્ટ અંગે ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરીએ તમામ સંબંધિત પક્ષો પાસેથી ૧ ફેબ્રુઆરી ૨૦૨૧ સુધીમાં સૂચનો માગ્યા છે. ડ્રાફ્ટમાં ટ્રાફિકના નિયમોના ભંગની ફ્રીક્વન્સી અને તેની ગંભીરતાની ગણતરી માટે સિસ્ટમ બનાવવાની વાત કહેવામાં આવી છે. તેમાં ટ્રાફિકના નિયમોના ભંગને ટ્રાફિકના નિયમોના ભંગના પ્રીમિયમ સાથે લિંક કરવાનું કહેવામાં આવ્યું છે. રજૂઆત અનુસાર, દારૂ પીને ડ્રાઈવિંગ કરવા પર ૧૦૦ પોઈન્ટ પેનલ્ટી લગાવવામાં આવશે, જ્યારે ખોટી જગ્યાએ પાર્કિંગ કરવા પર ૧૦ પોઈન્ટ પેનલ્ટી લગાવવામાં આવશે. ટ્રાફિકના નિયમોના ભંગના પ્રીમિયમની રકમ આ પેનલ્ટી પોઈન્ટ સાથે લિંક હશે. જો તમે વાહન વેચો છો તો ખરીદનાર માટે ટ્રાફિકના નિયમોના ભંગનું પ્રીમિયમ ઝીરોથી શરૂ થશે.

Related posts

કુખ્યાત રવિ પુજારી ૨૦૦થી વધુ કેસોમાં વોન્ટેડ

aapnugujarat

અમે મોદીના સપના માટે નથી લડતા, પ્રજા માટે લડીએ છીએ : ઉદ્ધવ

aapnugujarat

લાંચ આપનારને ૭ વર્ષની કેદ કરતો કાયદો અમલમાં આવ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1