Aapnu Gujarat
રાષ્ટ્રીય

દેશમાં કર્ણાટક વિકાસમાં પ્રથમ ક્રમે

દેશના નીતિ આયોગ દ્વારા ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સની બીજી એડિશન જાહેર કરવામાં આવી છે. ઇનોવેશન ઇન્ડેક્સમાં જે-તે રાજ્ય દ્વાર કરવામાં આવેલા ઇનોવેશનને આધારે તેને રેન્ક આપવામાં આવે છે. ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ-૨૦૨૦ની યાદીમાં દેશના ટોપ-૩ રાજ્યોમાં કર્ણાટક પ્રથમ ક્રમ હાંસલ કરવામાં સફળ રહ્યુ છે. તો બીજા ક્રમે મહારાષ્ટ્ર અને ત્રીજા ક્રમે તમિલનાડુ છે. આ ઇનોવેશન ઇન્ડેક્સમાં ચોથા અને પાંચમાં ક્રમે અનુક્રમે તેલંગાણા અને કેરળનો નંબર આવે છે.
ઉલ્લેખનીય છે કે, ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ-૨૦૨૦ની યાદીમાં સૌથી નીચલા સ્તરે ટોપ-૩માં ઝારખંડ અને છત્તીસગઢ અને બિહાર છે. ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ-૨.૦ની યાદીમાં ગુજરાતમાં ૮માં ક્રમે આવ્યુ છે. જે વર્ષ ૨૦૧૯ની ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ-૧.૦ની યાદીમાં ૯માં ક્રમે હતો.વર્ષ ૨૦૧૯માં જાહેર કરવામાં આવેલી ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ-૧.૦ની યાદીમાં ટોપ-૩માં અનુક્રમે કર્ણાટક, તમિલનાડુ અને મહારાષ્ટ્ર હતા. ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડિયા-૨૦૨૦ ઇન્ડેક્સની યાદી નીતિ આયોગના વાઇસ ચેરમેન રાજીવ કુવાર અને સીઇઓ અમિતાભ કાંત દ્વારા જારી કરવામાં આવી છે. નોંધનીય છે કે ઓક્ટોબર ૨૦૧૯માં ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સમાં ઇનોવેશનને પ્રોત્સાહન આપવાના પ્રયાસો તથા તેના સાપેક્ષ પ્રદર્શનના આધારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ઇન્ડેક્સમાં ક્રમ આપવામાં આવે છે.આ ઇન્ડેક્સનો મુખ્ય ઉદ્દેશ્ય ઇનોવેશનના સેક્ટરમાં રાજ્યોની ક્ષણતાઓ અને નબળીઓને પારખવી અને તેમને તે દિશામાં મજબૂત અને સશક્ત બનાવા માટે પ્રેરિત કરવાનો છે. આ ઇનોવેશન ઇન્ડેક્સ-૨૦૨૦ની યાદીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સરખામણીની રીતે ૧૭ મુખ્ય રાજ્યો, ૧૦ પૂર્વોત્તર અને પહાડી રાજ્યો તથા નવ શહેરી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કરવામાં આવ્યા છે. મૂડીરોકાણ આકર્ષવાની દ્રષ્ટિએ કર્ણાટક રાજ્ય પ્રથમ ક્રમે રહ્યુ છે.ત્યારબાદના ક્રમે મહારાષ્ટ્ર, હરિયાણા, કેરળ, તિમલનાડુ, ગુજરાત, તેલંગાણા, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ આવે છે. તો આ મામલે સૌથી છેવાડાના રાજ્યોમાં બિહાર, ઝારખંડ અને પંજાબ છે.

Related posts

ઉત્તર-પૂર્વમાં પુરમાં મૃતાંક ૮૫ ઉપર પહોંચ્યો : ૫૮ જિલ્લાઓમાં પુરની સ્થિતિ સર્જાઈ

aapnugujarat

सूट-बूट बनाम किसान बीच सियासी जमीन तलाश रहे राहुल

aapnugujarat

લૉકડાઉન પછી ૫ લાખથી વધુ નવી નોકરી, ૨૦૨૧માં નોકરી વધશે

editor

Leave a Comment

UA-96247877-1