Aapnu Gujarat
Uncategorized

ખેડૂત બિલ વિરુદ્ધ જેતપુરના ખેડૂતોમાં આક્રોશ

છેલ્લાં દોઢ મહિનાથી દેશમાં ત્રણ અધ્યાદેશ ખેડૂત વિરોધી છે તેવા દાવા સાથે દેશમાં ૨૫૦ કરતાં વધારે ખેડૂત સંગઠનો એક સાથે ખેડૂત સંઘર્ષ સમિતિ બનાવી તેની નીચે સરકાર સામે સતત લડી રહ્યા હતા અને તેમ છતાં સરકારે ત્રણેય અધ્યાદેશને લોકસભા અને રાજ્યસભામાંથી પસાર કરાવી દીધા છે. માર્કેટિંગ યાર્ડ કાયદામાં સુધાર કરવામાં આવ્યો છે જે મુજબ એપીએમસી એક્ટમાં સુધારો કરી માર્કેટને ખુલ્લું મુકવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવે છે. ભારતમાં કોઇપણ વ્યક્તિ કોઈપણ જગ્યાએ પોતાનો માલ વેચી શકે. આવશ્યક ચીજવસ્તુઓ ધારો જે મુજબ ઘઉં, ડાંગર, જેવી ખાધાન્ય આવશ્યક ચીજ વસ્તુ ગમે તે ખરીદી શકશે, વેચી શકશે અને એની ઈચ્છા મુજબ સંગ્રહ કરી શકશે અને ફાર્મિંગ એકટ જે મુજબ કોઈપણ વ્યક્તિ કે કંપની ખેતી ક્ષેત્રે ઝંપલાવી શકશે ખેડૂતો સાથે કોન્ટ્રાકટ કરી ખેતી કરી શકાશે, ખેતી કરાવી શકશે. આ અંગે ખેડૂતોનું કહેવું છે કે આ કાયદો ખેડૂતો માટે ગળાની ફાંસ સમાન છે અને આ કાયદાથી ખેડૂતો કરતા કંપનીઓને વધુ ફાયદો થશે.


(તસવીર :- રાજન ભખોત્રા, જેતપુર)
(વિડિયો / અહેવાલ :- જયેશ સરવૈયા, જેતપુર)

Related posts

વિજાપુર તાલુકા પંચાયતની લાડોલ સીટ પર કોંગ્રેસ દ્વારા ટિકિટ નહિ આપતા નોંધાવી અપક્ષ ઉમેદવારી

editor

સિંહ-સિંહણના મોત મામલે તપાસનો દોર શરૂ

aapnugujarat

ગીર સોમનાથમાં પુરુષ સાથે થયું ન થવાનું, મહિલાઓએ કરી પુરુષની છેડતી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1