Aapnu Gujarat
Uncategorized

ગીર સોમનાથમાં પુરુષ સાથે થયું ન થવાનું, મહિલાઓએ કરી પુરુષની છેડતી

ગીર સોમનાથ જીલ્લા કોડીનાર ખાતે વીજકચેરીમાં લાઇટ બિલ ભરવા માટેની લાઇનમાં ઉભેલા એક વ્યકિત સાથે બે મહિલા સામેથી ભટકાઇને પછી છેડતી કરી હોવાનું દર્શાવી ઝઘડી હતી. એટલું જ નહીં એ વ્યક્તિને પોલીસ સ્ટેશન ઘસેટી ગઈ હતી. આ મામલે પોલીસ ફરિયાદ નોંધવા દબાણ કર્યુ હતું. દરમિયાન આ વાત વાયુવેગે આસપાસમાં ફેલાઈ જતાં, લાઈન સામે જ લાગેલા પીજીવીસીએલના કેમેરા અંગે માહિતગાર તેના જ જાગૃત કર્મચારી દિપક ગોહિલે આખી ઘટના સીસીટીવી ફૂટેજમાં નોંધાયી હોવાનું જણાવી ચેક કરવા જણાવ્યું હતું. સીસીટીવી ફૂટેજ પણ પોલીસને આપ્યાં હતાં જેમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી જઈ જતાં મહિલાઓ જુઠ્ઠી સાબિત થઈ હતી. ઉલ્ટાનું મહિલાઓએ પુરુષની છેડતી કરી હોવાનું ખુલ્યું હતું.
રિપોર્ટર :- મહેન્દ્ર ટાંક (સોમનાથ)

Related posts

देशवासियों को मिलेगी मुफ्त कोरोना वैक्सीन : केंद्रीय मंत्री सारंगी

editor

ઓર્થોપેડીક્સમાં પડકારોનો સફળતાથી સ્વીકાર..!

editor

કાલુપુર રેલવે સ્ટેશન પર માર્ચમાં મુસાફરોની સંખ્યામાં ૫૦%નો ઘટાડો

editor

Leave a Comment

UA-96247877-1