Aapnu Gujarat
Uncategorized

વિજાપુર તાલુકા પંચાયતની લાડોલ સીટ પર કોંગ્રેસ દ્વારા ટિકિટ નહિ આપતા નોંધાવી અપક્ષ ઉમેદવારી

મહેસાણાથી અમારા સંવાદદાતા વિનોદ મકવાણા જણાવે છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઉમેદવારોની પસંદગીને લઇને મહેસાણા જિલ્લા કોંગ્રેસમાં કકળાટ ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને ટિકિટ વહેંચણી મુદ્દે મોટા પ્રમાણમાં ગેરરીતિઓથી જોવા મળી છે. જેમાં વર્ષોથી કૉંગ્રેસ સાથે જોડાયેલા કાયૅકરોની અવગણના કરી વ્હાલા દવાલાની નીતિથી કૉંગ્રેસ ના સ્થાનિક કાયૅકરોની અવગણના કરવામાં આવતા વિજાપુર તાલુકાના લાડોલ સીટ પર અપક્ષ ઉમેદવારી નોંધાવવા આવી છે.વિજાપુર તાલુકાના લાડોલ ગામમાં લાડોલ -૧ તાલુકા પંચાયતની સિટ પર 20 વર્ષ કરતા વધુ સમયથી કૉંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા રાજપૂત સમાજના વિમળાબેન દશરથજી સોલંકીએ ટીકીટ માગેલ કોંગ્રેસે તેમને ટિકિટ નહિ આપતા લાડોલ ગામના 1600 જેટલા મત ધરાવતા અને બીજી જ્ઞાતિઓ સાથે પ્રભુત્વ ધરાવતા રાજપૂત સમાજે પણ કોંગ્રેસ સાથે છેડો ફાડયો છે અને જીતના વિશ્વાસ સાથે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

        અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવનાર વિમળાબેનના પતિ તથા સમાજના અગ્રણી દશરથસિંહના જણાવ્યા મુજબ અમારો સમાજ છેલ્લી 3 ટર્મથી કોંગ્રેસની પડખે રહયો છે અને કોંગ્રેસના ઉમેદવારને આ સીટ પરથી જીતાડયા છે તેમ છતાં અમારા સમાજને અન્યાય કરી અન્ય આયાતી ઉમેદવાર ને કૉંગ્રેસ દ્વારા ટીકીટ ફાળવવામાં આવતાં  ભારે નારાજગી સાથે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવવાની ફરજ પડી છે. ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે અમારી સીટ પર કુલ મતદાન 7778 છે  જેમાં 2600 પાટીદાર,1600 રાજપૂત,1000 ઠાકોર, 850 અનુ.જાતીઅને 1780 ઇતર કોમના મત છે અમારી સાથે ઇતર કોમ તથા અનુ.જાતિ જોડાયેલી છે માટે અમારી જીત નક્કી છે  રાજપૂત સમાજ તેમજ અન્ય સમાજના બહોળા પ્રમાણમાં લોક સમર્થન ધરાવતા તેમજ લોકસેવામાં સતત સક્રિય એવા દશરથસિંહે  પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ઉલ્લેખનીય છે કે મહેસાણા જિલ્લામાં કોંગ્રેસની ટીકીટ વહેંચણીમાં ગરબડ મામલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજેન્દ્રસિંહ દરબારને હટાવાયા છે જ્યારે જશું પ્રજાપતિને પણ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જ્યારે કાયૅકારી જીલ્લા પ્રમુખ તરીકે માનસિંહ ઠાકોરને જવાબદારી સોંપવામાં આવી છે.

Related posts

મહુવામાં ત્રણ ઘરફોડ ઝડપાયા

editor

नई मुसीबत में फंस गए ट्रंप

editor

ભગા બારડને રાહત : તલાલા પેટાચૂંટણી ઉપર સુપ્રીમની રોક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1