Aapnu Gujarat
Uncategorized

જેતપુર તાલુકા ના અમરનગર ગામે ખેલાયો ખૂની ખેલ

જેતપુર થી અમારા સંવાદદાતા જયેશ સરવૈયા જણાવે છે કે,અમરનગર ગામે દિલીપભાઈ ઉર્ફે દુલાભાઈ વાઘેલા નામના દેવીપૂજક યુવાનનું ગામનો જ રમેશ ઉર્ફે રામકુ રણછોડ મૂળિયાએ જુના મનદુઃખનો ખાર રાખી માંસ મટન કાપવાના તીક્ષણ ધાર વાળા કોયતા વડે ગરદન, પીઠ અને છાતીના ભાગે ચારથી પાંચ ઘા મારી કૃરતા પૂર્વક હત્યા નિપજાવી નાંખી હતી. આ અંગે પોલીસ અધિકારી એ.એસ. પી. સાગર બાગમરે જણાવ્યા મુજબ હત્યાનો આરોપી રમેશ ઉર્ફે રામકુના ભાઈ ઉમેશે આજથી બે વર્ષ પૂર્વે મરણજનાર દિલીપભાઈના ત્રાસના કારણે ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું હતું.  અને તે અંગેની ફરીયાદ પણ નોંધાય હતી. આમ, પોતાના ભાઈને મરવા માટે મજબૂર કરવાના મનદુઃખને કારણે દિલીપભાઈ ગામના સાર્વજનિક પાણીના નળ પાસે ન્હાવા માટે આવ્યા ત્યારે ત્યાં રમેશ કોયતો લઈને આવીને દિલીપભાઈ કંઈ સમજે વિચારે તે પહેલાં જ પીઠ, ગરદન તથા છાતીના ભાગે પાંચથી છ ઘા મારી દેતા લોહીના ફુવારાઓ ઉડયા અને ક્રૂરતા પૂર્વક ઘા મારવાને કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

આ અંગે મરણ જનાર દિલીપભાઇની પત્ની દેવકુબેને તાલુકા પોલીસમાં રમેશભાઈ તેમની પત્ની પુજાબેન તેમજ માતા શારદાબેન સામે હત્યા નિપજાવાની ફરીયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે રમેશ સામે હત્યા તેમજ તેની પત્ની અને માતા સામે મદદગારી હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવવામાં સંડોવાયેલા આરોપીઓ ને પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

વેરાવળમાં ભાજપ સંગઠનના હોદેદારોની જાહેર ગ્રુપ મીટીંગમાં હિન્‍દુ સંગઠનના કાર્યકર્તાઓનો હોબાળો

aapnugujarat

અમદાવાદનાં કેમ્પ હનુમાન મંદિરને રિવરફ્રન્ટ ખસેડવાના ર્નિણય સામે હાઇકોર્ટમાં અરજી

editor

વેરાવળ ખાતે તા. ૧૪ ઓગષ્ટ નાં રોજ સર્વ રોગ નિદાન કેમ્પ યોજાશે 

aapnugujarat

Leave a Comment

UA-96247877-1