Aapnu Gujarat
Uncategorized

અમદાવાદનાં કેમ્પ હનુમાન મંદિરને રિવરફ્રન્ટ ખસેડવાના ર્નિણય સામે હાઇકોર્ટમાં અરજી

અમદાવાદના શાહીબાગ આવેલા આર્મી કેન્ટોનમેન્ટ સ્થિત કેમ્પ હનુમાન મંદિર લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિરને ખસેડીને રિવરફ્રન્ટ લઇ જવા સામે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. આ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, આ મંદિર ૧૫૦ વર્ષ જૂનું છે, મંદિર શિફ્ટ કરવાથી પૂજારીઓ અને હજારો ભક્તોની ધાર્મિક લાગણીઓ દુભાશે.
કેમ્પ હનુમાનની મૂર્તિ કોઈ માનવ હાથોથી બનેલી નથી અને સ્વયંભૂ છે. દેશના બંધારણની જાેગવાઈ પ્રમાણે લોકોને પોતાની ધાર્મિક લાગણીઓ વ્યક્ત કરવાનો અધિકાર છે. કેન્ટોનમેન્ટના નિયમ પ્રમાણે જ અહીં તમામ પ્રવૃત્તિઓ થાય છે. તેથી આ મંદિરને ખસેડવું ન જાેઇએ. પિટિશનની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે. હાઇકોર્ટમાં અરજદારોની અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, આ મંદિર ૧૮૭૦થી અસ્તિત્વમાં છે. વર્ષ ૧૯૪૫માં કેન્ટોનમેન્ટ બોર્ડ અને મંદિર વચ્ચે લીઝ કરાર પણ થયા હતા. મંદિરને હવે અહીંથી રિવરફ્રન્ટ ફેઝ-૨માં ખસેડવા અંગે મંદિરના પૂજારી પરિવારા દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો છે. મંદિર કેન્ટોનમેન્ટમાં હોવાથી કેન્ટોનમેન્ટ એક્ટના નિયમો પ્રમાણે અને ત્યાંના વાતાવરણ અને પરિસ્થિતિને કોઇ ખલેલ પહોંચાડયા વિના અહીં લોકો દર્શાનાર્થે આવે છે. અહીંની મૂર્તિ સ્વયંભૂ હોવાથી અને મંદિર ૧૫૦ વર્ષ જૂનું હોવાથી અનેક લોકોની આસ્થા અહીં જાેડાયેલી છે.કેમ્પ હનુમાન મંદિર સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-૨માં લઇ જવાના ર્નિણય પાછળ અનેક કારણો છે. મંદિરમાં આવતા લોકોને પાર્કિગમાં વાહન મૂકી રોડ ક્રોસ કરીને આવવું પડે છે. જેના કારણે અકસ્માતનો ડર વધી જાય છે. અહીં પહેલા ફૂટ ઓવરબ્રિજ બનાવવાની વાત પણ હતી. મંદિર આવેલું છે તે આર્મી કેન્ટોન્મેન્ટની જગ્યા છે જેથી ત્યાં સિક્યોરિટીનો પણ પ્રશ્ન આવે છે.આ સાથે દર શનિવારે અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. જેથી પાર્કિંગની સમસ્યા વધુ બને છે. આવા પ્રશ્નોને કારણે સલાહ આપવામાં આવી હતી કે રિવરફ્રન્ટની જગ્યા મંદિરને આપવામાં આવે તો આ તમામ પ્રશ્નો ઉકેલાય જાય. આ રજૂઆત બે ટ્રસ્ટી મંડળે સ્વીકારી અને ઠરાવ પસાર કર્યો હતો. આર્મી કેન્ટોન્મેન્ટ ઓથોરિટીએ પણ ઉપર મંજુરી માટે મોકલી આપશે. જે મંજૂરી આવ્યા બાદ મંદિર ખસેડવાનો ર્નિણય લેવાઈ શકે છે.

Related posts

ગુજરાત કોગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સોમનાથ મહાદેવ ના દર્શન પુજન ધ્વજારોહણ કર્યું

aapnugujarat

અમદાવાદમાં લગાવાયેલા ૪૦૦૦ કેમેરા તમામ ગેરકાયેદસર ચીજવસ્તુઓ પર નજર રાખશે

editor

પાટીદારના નેતા નીલેશ એરવડિયા સામેના કેસને પાછો ખેંચાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1