Aapnu Gujarat
Uncategorized

સુરેન્દ્રનગરમાં ખેડૂતે કર્યો આપઘાત

સુરેન્દ્રનગર જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે ઉભા પાકમાં મોટાપાયે પાણી ફરી વળતાં ખેડૂતોને મોટી નુકસાની વેઠવી પડી છે ત્યારે ખેડૂતોને સતત બે વર્ષ ની અતિવૃષ્ટિથી પાક બરબાદ થઇ રહ્યો છે ત્યારે ખેડૂતોમાં હતાશા વ્યાપી ગઇ છે અને નાશીપાસ થઈ આત્મહત્યા નું પગલું ભરી રહ્યા છે તે બાબત દુઃખનીય છે સરકાર ની ખેડૂતો બાબતે ઉદાસીનતા ગંભીર પરીણામ તરફ ખેડૂતોને દોરી જાય છે ત્યારે આજે રાજ્યમાં વધુ એક ખેડૂતની આત્મહત્યાનો સમાચાર સામે આવ્યો છે. ત્યારે આજે સાયલા તાલુકા ના ઢેઢુકી ગામનાં ખેડૂત યુવાન પ્રતાપભાઈ માત્રાભાઈ વેગડ ઉ.વ.૩૫ એ ઝેરી દવા ગટગટાવી જીવનનો અંત આણ્યો છે. પાળીયાદ હોસ્પિટલ ત્યાર બાદ બોટાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યાં ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવતાં ગામમાં અને ખેડૂતોમાં શોક નું મોજું ફરી વળેલ છે.
પ્રતાપભાઈ અતિવૃષ્ટીના કારણે નિષ્ફળ ગયેલા પાકથી ચિંતિત હતા. એક તરફ કોરોનાની મહામારી અને લૉકડાઉન અને ત્યારબાદ સર્જાયેલી આર્થિક સ્થિતિઓએ દેશના તમામ વર્ગની કમર તોડી નાંખી છે. એવામાં એક ખેડૂતની આત્મહત્યાથી દુખની લાગણી છવાઈ ગઈ છે. ગત સપ્તાહમાં આવી ઘટના જૂનાગઢમાં બની હતી. જ્યાં ૧૫થી ૨૦ વિઘામાં વાવેલા કપાસનો પાક નિષ્ફળ જવાના ડરના કારણે ખેડૂતે ખેતરમાં સરગીને આત્મહત્યા કરી હતી. આ મામલેને પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી હતી.

Related posts

અનુસૂચિત જાતિના આગેવાનોની યોજાઈ બેઠક

editor

SBI बैंक ने एमसीएलआर की दरें 0.10 फीसदी तक घटा दी है, 10 अक्टूबर से लागू होगा

aapnugujarat

રાજકોટ : હનીટ્રેપમાં ફસાવી બ્લેકમેઇલ કરનાર ગેંગ ઝડપાઇ, આરોપીમાં એક ફોજદારનો પુત્ર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1