Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

વિશ્વની સૌથી મોટી આર્થિક મહાસત્તામાં ૨૦૨૨ સુધી વ્યાજદર શૂન્ય ટકાએ રહેશે

અમેરિકન ફેડરલ રિઝર્વે વ્યાજ દર શૂન્યની નજીક જાળવવાની ખાતરી ઉચ્ચારી હતી અને ફુગાવો જ્યાંસુધી સતત નહીં વધે ત્યાંસુધી વ્યાજ દર શૂન્ય સ્તરે જ જાળવી રાખવાની કટિબદ્ધતા વ્યકત કરી હતી. અમેરિકામાં સુધારો થઈ રહ્યો છે પરંતુ તેની ગતિ ધીમી હોવાથી નીતિવિષયક તથા સરકારી ખર્ચ તરફથી ટેકાની આવશ્યકતા રહે છે.
ટૂંકા ગાળા માટેના વ્યાજ દર ૦થી ૦.૨૫ ટકાની રેન્જમાં રહેશે એમ ફેડરલ ઓપન માર્કેટ કમિટિના ચેરમેન જેરોમ પોવેલે બે દિવસની બેઠકના અંતે એક નિવેદનમાં જણાવ્યું હતું. ૨૦૨૨ સુધી આ દર જળવાઈ રહેવાનો કમિટિનો સૂર રહ્યો હતો.
અમેરિકાનો આર્થિક વિકાસ દરનો અંદાજ વર્તમાન સંપૂર્ણ વર્ષ માટે જે જુનમાં ૬.૫૦ ટકા ઘટવાનો મુકાયો હતો તે હવે સાધારણ સુધારીને ૩.૭૦ ટકા નીચો રહેવા મુકાયો છે. ૨૦૨૧ માટેનું જીડીપીનું આઉટલુક જે અગાઉ ૫ ટકા મુકાયું હતું તે હવે ઘટાડીને ૪ ટકા મુકાયું છે.
બેરોજગારીના દરની ટકાવારી પણ જે અગાઉ ૯.૩૦ ટકા મુકાઈ હતી તેમાં ફેરબદલ કરીને ૭.૬૦ ટકા કરાઈ છે. ૨૦૨૦ માટે કમિટિએ ફુગાવાનું પ્રોજેકશન વધારી ૧.૨૦ ટકા કર્યું છે જે જુનમાં ૦.૮૦ ટકા રખાયું હતું.

Related posts

US spy network dismantled after US declares deploying 1000 more troops to Middle East

aapnugujarat

China Is Part Of Brazil’s Future : Bolsonaro

aapnugujarat

UK and South Korea agree to sign for free trade deal ahead of Brexit

aapnugujarat

Leave a Comment

UA-96247877-1