Aapnu Gujarat
Uncategorized

રાજકોટ : હનીટ્રેપમાં ફસાવી બ્લેકમેઇલ કરનાર ગેંગ ઝડપાઇ, આરોપીમાં એક ફોજદારનો પુત્ર

રાજકોટ શહેરમાં યુવતીઓની લાલચ આપી અવાવરું જગ્યાએ બોલાવી પૈસા ખંખેરતી ગેંગ અગાઉ પણ અનેક વખત પોલીસ ચોપડે ચડી ચુકી છે. ત્યારે રાતોરાત માલામાલ બનવાના સપના સાથે લોધીકા પંથકમાં હનીટ્રેપમાં ફસાવી ખેડૂતને બ્લેકમેઇલ કરનાર ગેંગ ઝડપાઇ છે. આ ગેંગમાં એક યુવતી, નિવૃત ફોજદારના પુત્રનો સમાવેશ થાય છે.પોલીસ ગિરફ્તમાં આવેલા આ શખ્સો ચોક્કસ લોકોને ટાર્ગેટ કરીને ત્યારબાદ તેને બળાત્કારના કેસમાં ફીટ કરવાની ધમકી આપીને તેમની પાસે રૂપિયા પડવાનું કામ કરતા હતા.આ ગેંગમાં છે ફાલ્ગુની જોબનપુત્રા, રણજીતસિંહ જાડેજા, જયપાલસિંહ જાડેજા, રમેશ રામાણી.આ ગેંગે લોધીકાના નગર પીપળીયાના ગોરધનભાઇ પટેલને તેમના ભત્રીજાના લગ્ન માટે યુવતી ધ્યાનમાં હોવાનું કહીને ફોન કરીને ફસાવ્યા. જ્યારે ગોરધનભાઇ આ ગેંગની ફાલ્ગુનીને મળ્યા ત્યારે બાકીના બે મેમ્બર્સ નકલી પોલીસ બનીને આવ્યા અને બળાત્કારના કેસમાં ફીટ કરવાની ધમકી આપીને ૧૦ લાખની ખંડણી માંગી.જે બાદ આ ગેંગના જ રમેશ રામાણીએ મધ્યસ્થી કરીને કુલ પોણા પાંચ લાખમાં સેટીંગ કર્યુ.જો કે આ રૂપિયાની લેતી દેતી થાય તે પહેલા જ ગેંગ ઝડપાઇ ગઇ છે.નોંધનીય છેકે આ પહેલા પણ આ રીતે ટ્રેપ ગોઠવીને લૂંટી લેવાના કિસ્સા બની ચૂક્યા છે. ત્યારે આ કિસ્સામાં પણ આવું જ કંઇક બન્યુ છે.ત્યારે આ ગેંગમાં યુવતીની તપાસ શરૂ કરાઇ છે.જ્યારે એક શખ્સ લાઇન બોય છે.ત્યારે આ ગેંગે કુલ કેટલા લોકોને નિશાન બનાવ્યા છે તે અંગે તપાસ શરૂ કરાઇ છે.

Related posts

અમરેલીમાં બાઇક ચોર ટોળકી ઝડપાઇ

aapnugujarat

શ્રી સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ફાયર સેફટી એક્સ્ટીંગ્યુશન અને લાઇવ ડેમો  તાલીમ યોજવામાં આવેેલ

aapnugujarat

જામનગરના લાલપુરમાં જૂથ અથડામણ બાદ ફાયરિંગ, ૫ને ઈજા

editor

Leave a Comment

UA-96247877-1