Aapnu Gujarat
બિઝનેસ

હવે વોટ્‌સએપ દ્વારા મોકલી શકાશે પૈસા, મની ટ્રાન્સફર થશે સરળ

વોટ્‌સએપ હવે ફક્ત ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ જ નથી રહ્યું પરંતુ હવે તેના પર આપણે અનેક મહત્વપૂર્ણ કામ કરી શકીએ છીએ. વોટ્‌સએપને દુનિયાની સૌથી વધારે યુઝ કરવામાં આવતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ ગણવામાં આવે છે. પરંતુ વોટ્‌સએપ અવારનવારનવા ફિચર્સ લઇને આવે છે જેના કારણે તે વન સ્ટોપ સોલ્યુશન બની રહ્યું છે. તાજેતરમાં જ વોટ્‌સએપ પર ગ્રુપ વિડિયો કોલિંગ ફિચર લોન્ચ કરવામાં આવ્યું છે.વોટ્‌સએપે હવે ભારતીય યુઝર્સ માટે પેમેન્ટ ફિચરનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. આ ફિચર હાલ વોટ્‌સએપના બિટા બિલ્ડમાં છે અને તે હાલ તમામ લોકો માટે ઉપલબ્ધ નથી. કંપનીએ અગાઉ યુપીઆઇ માટે એસબીઆઇ, આઇસીઆઇસીઆઇ, એચડીએફસી બેંક અને એક્સિસ બેંક જેવી ભારતીય બેંકો સાથે મળીને કામ કરી રહી છે. બીટા ટેસ્ટર્સ અનુસાર વોટ્‌સએપમાં યુપીઆઇ પેમેન્ટ સિસ્ટમ કામ કરી રહ્યુ છે અને વોટ્‌સએપના યુઝર્સ ઇન્ટરફેસમાં અનેક બેંકોનો સપોર્ટ આપવામાં આવ્યો છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ ફિચર આઇઓએસ અને એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સ માટે આવશે.સોશિયલ મીડિયા પર તેનો એક સ્ક્રીન શોટ પણ શેર કરવામાં આવ્યો છે. આ ફિચરમાં વોટ્‌સએપની સેટિંગ્સમાં એક અકાઉન્ટ, ચેટ્‌સ અને નોટિફિકેશનની નીચે પેમેન્ટ ઓપ્શન પણ જોવા મળશે જ્યાં ટેપ કરવાથી તમે નાણા મોકલી શકો છો. આ ફિચરને વોટ્‌સએપ પેમેન્ટ ફિચર કહેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વોટ્‌સએપના આ ફિચરથી સ્વદેશી કંપની પેટીએમને ટક્કર મળશે.

Related posts

જીડીપી ગ્રોથ ૬.૫ ટકાની આસપાસ રહેશે : સરકાર

aapnugujarat

Petroleum Dealers Federation had meeting with Young and Dynamic Minister Shri Jayeshbhai Radadia.

aapnugujarat

फ्लिपकार्ट से मंगाया सोने का सिक्का : मिला खाली डिब्बा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1