Aapnu Gujarat
ગુજરાત

ડાંગ વિધાનસભાની બેઠક કબજે કરવા ભાજપનું એડીચોટીનું જોર

ડાંગ જિલ્લામાં ૧૭૩ વિધાનસભાની ખાલી પડેલ બેઠક પર વિજય મેળવવા ભાજપ મોવડીમંડળ દ્વારા એડીચોટીનું જોર લગાડી રહ્યા છે. ચૂંટણી ઇન્ચાર્જ પૂર્ણેશ મોદી અને સંગઠન વિસ્તારક અશોકભાઈ ધોરજીયાના અધ્યક્ષ સ્થાને જિલ્લાભરમાં કાર્યકર્તાઓની બેઠક યોજી સમીક્ષાઓ કરવામાં આવી રહી છે જેમાં બન્ને કદાવર નેતાઓની વડપણ હેઠળ કાર્યકર્તાઓમાં જુસ્સો વધી રહ્યો છે.
મળતી માહિતી મુજબ ૧૭૩ ડાંગ વિધાનસભા પેટા ચૂંટણીના પડઘમ વચ્ચે ભાજપ બેઠક કબજે કરવા કોઈ કસર છોડવા માંગતું નથી. ચૂંટણીના પડઘમ વચ્ચે છેલ્લા એક મહિનાથી પીઢ કાર્યકરો ,પદાધિકારીઓ,સહિત આગેવાનો સાથે બુથ લેવલે બેઠકો યોજી ચૂંટણીમાં રહી જતી કમીઓ, ત્રુટીઓ, કે પાર્ટીમાં જૂથવાદ અંગે છણાવટ કરવામાં આવી હતી. જિલ્લા મથક આહવા ખાતે જીલ્લા પંચાયત બેઠક ૧ની બેઠક યોજાઇ હતી. જેમાં ઇન્ચાર્જ પૂર્ણેશ મોદી, અશોકભાઈ ધોરજીયા, ભાજપ માજી પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, દિલીપભાઈ ચૌધરી, યુવા મોરચા પ્રમુખ સંજયભાઈ પાટીલ, સરપંચ હરિરામભાઈ સાવંત,આઇટી સેલ ગીરીશભાઇ મોદી સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

બનાસકાંઠા માં ખેડૂતોએ કરી અખાત્રીજની ઉજવણી…

editor

રાજ્ય સરકારના કર્મીઓ-પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં વધારો

aapnugujarat

સાબરકાંઠા જિલ્લાના ઇડર ના ત્રણ તોડબાજ પત્રકારો ઉપર ખંડણી ની ફરિયાદ ઇડર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ

editor

Leave a Comment

UA-96247877-1