Aapnu Gujarat
ગુજરાત

સાબરકાંઠા જિલ્લાના ઇડર ના ત્રણ તોડબાજ પત્રકારો ઉપર ખંડણી ની ફરિયાદ ઇડર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ

વિશ્વભરમાં કોના નામની મહામારી ચાલી રહી છે ત્યારે ભારત પણ લોક ડાઉન કરી દેવામાં આવ્યું છે ત્યારે પોલીસ, પ્રશાસન અને આરોગ્ય વિભાગ પણ કોરોના મહામારીને અટકાવવા ખડે પગે કામ કરી રહી છે અને પત્રકારો પણ પોતાની ફરજ બજાવી રહ્યા છે
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકા માં આવેલ ઉમેદપુર ગામની સસ્તા અનાજની દુકાનદાર દ્વારા હાલમાં સરકારશ્રીની ગાઈડ લાઈન પ્રમાણે કાર્ડ ધારકોને અનાજ આપવામાં આવે છે પરંતુ ઇડર તાલુકાના ત્રણ તોડબાજ પત્રકારો જે પોતાનો રોફ જમાવા માટે ઉમેદપુર ગામમાં જઈને સસ્તા અનાજની દુકાનદાર નામે પ્રતાપજી મણાજી મકવાણા રહે. ઊમેદપુર તા.ઈડર જી. સાબરકાંઠા ઉપર ખોટા આક્ષેપો મૂકી દુકાનદાર ને ધમકી આપેલ કે તમે લોકોને પૂરતું અનાજ આપતા નથી અને અમો તમારુ મીડિયામાં ઇન્ટરવ્યૂ કરવા આવ્યા છીએ દુકાનદારે ઈજ્જતના ખાતર ઇન્ટરવ્યૂ આપવાની ના પાડતા ત્રણેય તોડબાજ પત્રકારોએ દુકાનદાર પાસેથી રૂપિયા પચાસ હજાર ની માગણી કરી હતી જે દુકાનદાર પાસે ફક્ત પંચાવનસો પડ્યા હતા તેમાંથી પાંચ હજાર રૂપિયા ત્રણેય તોડબાજ પત્રકારો એ ધમકી આપી પૈસા પડાવ્યા હતા ત્યારબાદ થોડા દિવસ પછી આજ તોડબાજ પત્રકારો દ્વારા ફરીથી આ દુકાને આવી પૈસાની માગણી કરી હતી ના છૂટકે આ તોડબાજ પત્રકારો ફરીયાદી ને માનસિક હેરાન ગતિ કરતા હતા જેથી દુકાનદારે ઇડર પોલીસ મથકમાં ત્રણેય પત્રકારો ૧. પ્રફુલ બારોટ ૨. હિતેશ રાવલ ૩. મુકેશ દોઢીયાર તમામ રહે. ઇડર વિરુદ્ધ ઇડર પોલીસ સ્ટેશન ખાતે ઈ.પી.કો કલમ ૩૮૪,૫૦૪,૧૧૪ મુજબ ત્રણેય તોડબાજ પત્રકારો વિરુદ્ધ ગુન્હો દાખલ કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી

દિગેશ કડિયા
સાબરકાંઠા

Related posts

गुजरात विधानसभा उपचुनाव में जबरदस्त जीत के बाद, निकाय चुनाव की तैयारी में जुटे रुपाणी

editor

गांधीनगर अक्षरधाम मंदिर 30 नवंबर तक बंद

editor

मलेरिया मुक्त अहमदाबाद २०२२-मिशन के तहत अस्पताल के लिए मलेरिया की जानकारी देना अनिवार्य

aapnugujarat

Leave a Comment

UA-96247877-1