Aapnu Gujarat
ગુજરાત

બનાસકાંઠા માં ખેડૂતોએ કરી અખાત્રીજની ઉજવણી…

અહેવાલ : રઘુભાઈ નાઈ દિયોદર, બનાસકાંઠા

આજે અખાત્રીજનો પાવન પર્વ છે ત્યારે આજનો દિવસ ભૂમિ પુત્ર માટે નવું વર્ષ ગણાય છે અખાત્રીજના દિવસે ખેડૂતો બળદ તેમજ ખેતીના સાધનોની પુંજા અર્ચના કરી નવા વર્ષની ઉજવણી કરતા હોય છે ત્યારે વર્ષો જૂની પરંપરા અનુસાર બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકા ના પાદરડી ગામે ખેડૂતોએ પણ ખેતીના સાધનોની પુજા કરી નવા વર્ષની ઉજવણી કરી હતી.

ભારતીય સંસ્કૃતિમાં જૂની પરંપરા રીત રીવાજો લુપ્ત થવાના આરે હોઈ તેવી પરિસ્થિતિમાં જગતના તાત એવા ખેડૂતોએ આજે પણ વર્ષો જૂની પરંપરાને જાળવી રાખી છે આજે વૈશાખ સુદ ત્રીજ અખાત્રીજના દિવસે ખેડૂતો ખેતી માટેનું આજના પર્વ નિમિતે નવું વર્ષ તરીકેની માન્યતા જાળવી રાખી છે અક્ષય તૃતીયા તરીકે પવિત્ર તિથી એ ખેડૂતો અક્ષય એટલે કદી નાશ નહિ પામનારું તેમજ સદા માટે ખેડૂતોના ધન અને ધાન્યના ભંડાર ભરાઈ રહે એ માટેની પરંપરાને ખેડૂતો વળગી રહ્યા છે.આજના દિવસે બળદો તેમજ ટ્રેક્ટર સહિત ખેતીના સાધનોને શણગારવામાં આવે છે ત્યારે બનાસકાંઠા ખેડૂતો એ પણ આજ રીતે વર્ષો જૂની પરંપરાગત આજના અખાત્રીજના પાવન પર્વે નવા વર્ષની ઉજવણી કરી હતી.

બનાસકાંઠા જીલ્લાના મોટે ભાગના ગામડાઓમાં આજના દિવસે ખેડૂતો દ્વારા આખા વર્ષની સીઝન સારી રહે તે માટે ભગવાન પાસે પ્રાર્થના કરી હતી તેમજ તેમજ પશુપંખી માટે નવું વર્ષ સારુ નીવડે એવી પણ ભગવાન પાસે પ્રાર્થના કરી હતી…

Related posts

મૂકબધિર મહિલા પર દુષ્કર્મ કેસમાં કલાર્કને ૧૦ વર્ષ કેદ

aapnugujarat

रथयात्रा रूट पर के २३२ मकान को नोटिस 

aapnugujarat

નવરંગપુરા વિસ્તારમાં પાર્કિંગ મુદ્દે હોટલ મેનેજર અને સિકયોરીટીની વિરૂદ્ધ ફરિયાદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1