Aapnu Gujarat
ગુજરાત

ગરીબોના મુખ નું સ્મિત બનતા ગીતાબેન નાઈ…

: ગરીબોના મુખ નું સ્મિત બનતા ગીતાબેન નાઈ…

વૈશ્વિક મહામારી વચ્ચે થરાદ તાલુકા મહિલા કોંગ્રેસ નાં પ્રમુખ ગીતાબેન નાઈ દ્વારા બિરદાવાલાયક કામગીરી..

રઘુભાઈ નાઈ દિયોદર.

કોરોના વાયરસ કોવિડ ૧૯ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે સમગ્ર દેશ અને ગુજરાતમાં સેવાભાવી સંસ્થાઓ અને રાજકીય પક્ષો દ્વારા જનહિત માં ખુજ શ્રેષ્ઠ કામગીરી થઈ રહી છે ત્યારે થરાદ તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન નાઈએ તાલુકાના ગામોની વર્તમાન પરિસ્થિતિ ને સમજી લોકોની સમસ્યાઓ નાં ઉકેલ માટે પ્રયત્ન કરી રહ્યા છે અને અત્યંત જરૂરિયાતમંદ ગરીબ કુટુંબોને રાશનના કીટ બનાવી મદદરૂપ બની રહ્યા છે.
આ અગાઉ પણ વિસ્તાર નાં લોકોની ખબર પુછી કોરોના વાયરસ સામે સૌને સાથે મળીને પોતપોતાના વિસ્તારમાં ગામમાં ઘરમાં જ રહીને સહયોગ બનવા આહવાન કર્યું હતું..
આ બાબતે શ્રીમતી ગીતાબેન નાઈ એ જણાવ્યું હતું કે આજે વિશ્વ કોરોના વાયરસ સામે ઝઝુમી રહ્યો છે અને દેશમાં છેલ્લા એક મહિનાથી વધુ સમય થી લોકડાઉન જાહેર કરેલ છે ત્યારે રોજ કમાતા રોજ ખાતાં ગરીબ મજૂર વર્ગ અત્યંત મુશ્કેલી માં આવી ગયો છે.પોતાની આર્થિક સ્થિતિ સારી ન હોય ગરીબ કુટુંબોને પોતાના પરિવાર નું નિર્વાહ કરવું ખુબ અઘરું બની ગયું છે લોકો ભલે ગરીબ હોય છે પરંતુ સ્વમાની જરૂર હોય છે ત્યારે આ સમયે એ માંગી શકતા નથી પરંતુ આર્થિક સમૃદ્ધ લોકો એ આવા જરૂરિયાત મંદ પરિવાર ઓની મદદ જરૂર કરવીવાત કરીએ ગીતાબેન નાઈ વિશે તો
પોતાની રીતે પોતાના વિસ્તારમાં પરિસ્થિતિ ને પહોંચી વળવા કરીયાણું કીટ વિતરણ કરી રહ્યા છે.વધુ માં જાણીએ તો મહિલા કોંગ્રેસના પ્રમુખ ગીતાબેન નાઈએ કોરોના વાયરસ સામે ખડેપગે સેવા આપતા આરોગ્ય વિભાગ નાં અધિકારીઓ અને કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી બદલ બિરદાવી ધન્યવાદ આપ્યા હતા અને પોલીસ દ્વારા ચુસ્ત લોકો ડાઉન પાલન માટે સેવાની સરાહના કરી હતી..
મહિલા પ્રમુખે વિસ્તારના લોકો માટે સરકાર આર્થિક પેકેજ જાહેર કરે તથા કારીગર વર્ગ માટે સ્પેશિયલ મદદરૂપ થવા સરકાર ને વિનંતી પણ કરી હતી..
ખેડૂતો ને ખેતપેદાશ નાં પુરતાં પ્રમાણમાં ભાવ મળી રહે તેમજ વિજળી બીલ માફ કરવા વીનંતી સરકાર ને કરી છે..
આરોગ્ય વિભાગમાં નજીવા વેતને રાત દિન કામ કરતી આશા વર્કર બહેનો ને યોગ્ય વેતન માટે સરકાર સમક્ષ પોતાની રજૂઆત કરી છે…
કોરોના વાયરસ એક ખતરનાક વાયરસ છે ત્યારે ગીતાબેન નાઈએ સૌને કાળજી રાખવા અને અત્યંત જરૂરી વગર ઘર બહાર ન નિકળવા વિનંતી કરી છે.
..

Related posts

લોકડાઉનમા થતી કામગીરી અંગેની જાણકારી મેળવતા જીલ્લા કલેકટર શ્રી અજય પ્રકાશ

editor

ગુજરાતના ૨૦૩ જળાશયો પૈકી ૪૯ હાઈએલર્ટ ઉપર

aapnugujarat

મણિશંકરનું નિવેદન ગુજરાતનું પણ અપમાન : મોદીની ગર્જના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1