Aapnu Gujarat
ગુજરાત

પાવીજેતપુર નગરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારનાર હોમિયોપથી દવા ૧૧,૦૦૦થી વધુ લોકોને અપાઇ

પાવીજેતપુર નગરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારનાર હોમિયોપથી દવા ૧૧,૦૦૦થી વધુ લોકોને અપાઇ

     પાવીજેતપુર ગ્રામ પંચાયત તેમજ આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે પાવીજેતપુર નગરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારનાર હોમિયોપેથીક દવા ચાર ટીમો બનાવી નગરમા ૧૧ હજારથી વધુ લોકોને આપવામાં આવી છે.
      પાવીજેતપુર ગ્રામ પંચાયતના સરપંચ મોન્ટુ શાહના જણાવ્યા મુજબ તાજેતરમાં સમગ્ર વિશ્વ કોરોનાવાયરસ થી ત્રાહિમામ પોકારી રહ્યું છે ત્યારે અગમચેતીના ભાગરૂપે એક મહિના અગાઉ પાવીજેતપુર ગ્રામ પંચાયત અને આરોગ્ય ખાતાના સંયુક્ત ઉપક્રમે ૩૬૦૦ જેટલા લોકોને કેમ્પ યોજી હોમિયોપથી દવા જેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે તે આપવામાં આવી હતી.
      જ્યારે બીજા તબક્કામાં આજરોજ ગ્રામ પંચાયત તેમજ આરોગ્ય વિભાગના સભ્યો સાથે રાખી ચાર ટીમ બનાવી અલગ અલગ વિસ્તારોમાં વહેંચી દેવામાં આવી હતી. આજ રોજ રોગ પ્રતિકારક શક્તિ વધારનાર હોમિયોપેથીક દવા ઘરે ઘરે જઈ લોકોને વિસ્તૃત સમજ આપી સોશિયલ ડીસટન્સ રાખી   દવા વિતરણ કરવામાં આવી હતી. નગરના ૨૮૦૦  જેટલા ઘરમાં જઈ ૧૧૦૦૦  જેટલા લોકોને રોગ પ્રતિકારક શક્તિ વધારનાર હોમયોપેથીક દવા આપવામાં આવી હતી.
     પાવીજેતપુર ના સરપંચ મોન્ટુ શાહે જણાવ્યું હતું કે રાક્ષસી રૂપી કોરોનાવાયરસ ની રસી હજુ સુધી શોધાઇ નથી ત્યારે કોરોનાવાયરસ ને નિયંત્રણ કરવો ખૂબ જ અઘરો છે. આરોગ્ય વિભાગના સચિવ  જયંતિ રવિ એ પણ જણાવ્યું હતું કે લોકોમાં રોગપ્રતિકારક શક્તિ વધશે તો કોરોનાવાયરસ ની અસર નહીં થાય અને આ કોરોનાવાયરસ થી સુરક્ષિત રહી શકાશે .
     જેના અનુસંધાને પાવીજેતપુર નગરમાં એક માસ  અગાઉ ૩૬૦૦ જેટલા લોકોને રોગ પ્રતિકારક શક્તિ વધારનાર હોમિયોપેથીક દવા આપવામાં આવી હતી, જ્યારે આજરોજ ચાર ટીમો બનાવી નગરના અલગ અલગ વિસ્તારોમાં વહેંચી ૨૮૦૦ ઘરમાં ફરી ૧૧૦૦૦ જેટલા લોકોને રોગ પ્રતિકારક શક્તિ વધારનાર હોમયોપેથીક દવા આપવામાં આવી હતી. જેમાં હોમીયોપેથીક તબીબ ગુડ્ડી બેને પણ ખુબ જ સારો સહકાર આપ્યો હતો તેમજ તેઓએ જનતાને કેવી રીતે દવા લેવી અને આનાથી શું ફાયદા થશે તે વિસ્તારથી સમજાવ્યું હતું.

ઇમરાન સિંધી….પાવીજેતપુર

Related posts

પાર્કિંગ પ્રશ્ને પોલીસ અને નાગરિકો વચ્ચે મારામારી

aapnugujarat

સફાઈ કર્મીઓએ હડતાળ સમેટી

aapnugujarat

અંતિમક્રિયા થઇ મોંઘી

editor

Leave a Comment

UA-96247877-1