Aapnu Gujarat
ગુજરાત

મોરાડુંગરી ગામમાં અજગર પકડાયો

પાવીજેતપુર તાલુકાના મોરાડુંગરી ગામમાં ઇન્દ્રવદન કોળીના વાડાની અંદર લાંબો અજગર દેખાતા તાત્કાલિક પાવીજેતપુર વનવિભાગમાં જાણ કરતાં કલારાણીના રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર ઉમેશ રાઠવા તેમજ સજવાના વન રક્ષક કનુભાઇ તાત્કાલિક પહોંચી ગયા હતાં. અને ચંદ્રવદન કોળીના મકાનની પાછળના ભાગમાં પ્રવેશી ભારે જહેમત બહાદ ૧૨ ફૂટ લાંબા અજગરને પકડી લીધો હતો. અજગર જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ઉમેશ રાઠવાએ અજગરને જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે છોડી દીધો હતો.
(તસવીર / અહેવાલ :- ઈમરાન સિંધી, પાવીજેતપુર)

Related posts

પાવીજેતપુરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

editor

દિયોદર તાલુકાના નવા ગામે વર્ષો જૂની પરંપરાગત ગવાતી ગરબીની અનોખી રમઝટ

aapnugujarat

હિંમતનગરની પાર્થ સોસાયટી દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર

editor

Leave a Comment

UA-96247877-1