Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગરની પાર્થ સોસાયટી દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં નવા પંચાયતની પાર્થ સોસાયટીનાં લોકો દ્વારા આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. પાર્થ સોસાયટીની છેલ્લા ૩૦ વર્ષ થી સ્થાપના કરવામાં આવી છે ત્યારે હિંમતનગર શહેરને અડીને આવેલ નવા પંચાયતની હદમાં આવેલ આ સોસાયટીમાં અંદાજે ૩૦ કરતા પણ વધારે મકાનો આવેલ છે. સરકાર દ્વારા અને જીલ્લા તેમજ તાલુકા પંચાયત અને ગામ પંચાયત દ્વારા આજ દિન સુધી પ્રાથમિક સુવિધા આ સોસાયટીમાં ના આપતા ના છૂટકે સોસાયટી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ સોસાયટીના મુખ્ય દ્વાર પર ચૂંટણી બહિષ્કારના બેનરો મારવામાં આવ્યા છે. પાર્થ સોસાયટીમાં રોડ, પાણી, લાઈટ, ગટરો સોસાયટી એ પોતાના ખર્ચે પ્રાથમિક સુવિધા પાર પાડી છે. આ સોસાયટીમાં અવર જવર કરવા માટે એક જ રસ્તો આવેલ છે અને એ રસ્તા પર રેલવે અંડર પાસ આવેલ હોવાના કારણે ફાયર અથવા એમ્બ્યુલન્સ પસાર થતી નથી પંચાયત મકાનનો ટેક્ષ વસુલ કરે છે તો સુવિધા આપતી નથી. આ સોસાયટીના સ્થાનિક લોકો દ્વારા વારંવાર સરકાર સુધી રજૂઆતો કરી છેવટે પરિણામ શુન્ય સોસાયટીના સ્થાનિક લોકોએ પાર્થ સોસાયટીને હિંમતનગર નગરપાલિકામાં સમાવેશ કરવાની માંગ કરી હતી. રોડ રસ્તા ગટર પાણી અને વીજળી સ્વખર્ચે સોસાયટીમાં જરૂરિયાતો પૂરી કરતા આ સોસાયટી બની આત્મનિર્ભર જોકે વિકાસથી વંચિત રહી હતી નવા પંચાયતની પાર્થ સોસાયટીના લોકો દ્વારા આખરે આ વખતની ચૂંટણીમાં કોઈપણ રાજકીય પક્ષોએ વોટ લેવા સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં જેવા બેનરો સોસાયટીના મુખ્ય દ્વારા પાસે વોટ નહીં માંગવાના બેનરો લગાવી સ્થાનિક લોકો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો.
(તસવીર – અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

CM विजय रूपाणी का बड़ा ऐलान, गुजरात में नहीं लगेगा लॉकडाउन

editor

સોલા સિવિલના વર્ગ ૪ના કર્મીઓ ઉતર્યા હડતાળ પર

editor

અજાણ્યા પુરૂષનું સુરસાગરમાં ડુબી જવાથી મરણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1