Aapnu Gujarat
ગુજરાત

મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત હિંમતનગરમાં રેલી યોજાઈ

મહાનગર પાલિકાઓની ચૂંટણીમાં ઓછું મતદાન થયા બાદ સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં વધુ મતદાન થાય એ માટે મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં યોજાયેલી મહાનગર પાલિકાઓની ચૂંટણીમાં નિરાશાજનક મતદાન થયું હતું જેને કારણે હવે જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને પાલિકાની ચુંટણીમાં વધુને વધુ લોકો મતદાન કરે એ માટેની જાગૃતિ લાવવા માટે આજે સાબરકાંઠાના હિંમતનગર ખાતે શિક્ષકોએ મતદાન જાગૃતિ રેલી કાઢી હતી જેમાં ૨૦૦ જેટલા શિક્ષકો બી.આર.સી. સંજય પટેલની સાથે ટાવર ચોક બગીચા વિસ્તારથી રેલી સ્વરૂપે નીકળ્યા હતા અને બસ સ્ટેશન પહોંચ્યા હતાં. વિવિધ બેનર સાથે લોકતંત્રના આ પર્વને ઉજવવા માટે લોકોને જાગૃત કરવા આ રેલી કાઢવામાં આવી હતી જેમાં હિંમતનગર બસ સ્ટેશનમાં વિવિધ બસો અને વાહનોમાં મતદાન જાગૃતિ માટેના સ્ટીકરો લગાવવામાં આવ્યાં હતાં ને લોકશાહીના પર્વમાં લોકોને અવશ્ય મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી.
(તસવીર – અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

પાટીદારોને અનામત પ્રશ્ને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો : રવિશંકર પ્રસાદ

aapnugujarat

ગુજરાત ગ્લોબલ સમિટ દરેક રાજ્યમાં રોકાણ માટેનું મંચ બને તેવા એંધાણ

aapnugujarat

વડોદરામાં મહિલાને દોરી વાગતાં ૨૫૦ ટાંકા લેવા પડ્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1