Aapnu Gujarat
ગુજરાત

પાવીજેતપુરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

પાવીજેતપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી રાજ્યના મંત્રી યોગેશ પટેલના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. ડબ્લ્યુ.એચ.ઓ.એ ૯ ઓગસ્ટને આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ તરીકે ઘોષિત કર્યો હોય ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસીઓની સંખ્યા બહુળા પ્રમાણમાં હોવાથી વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહ ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવે છે ત્યારે સરકારે આજના દિવસે પાવીજેતપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી રાજ્યના મંત્રી યોગેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. આ સમયે ઉપસ્થિત માજી સાંસદ રામસિંહભાઇ રાઠવાએ આદિવાસી સંસ્કૃતિના દર્શન કરાવ્યા હતા. સાથે સાથે આ વિસ્તારના આદિવાસીઓને બીમાર પડે છે ત્યારે વડોદરા સુધી લાંબુ થવું પડે છે તેના સ્થાને છોટાઉદેપુર જીલ્લા કક્ષાએ ૧૦૦૦ થી ૧૫૦૦ બેડની સરકારી દવાખાનું અદ્યતન સુવિધા સાથે સજ્જ થાય જે અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરવાની વાત કરી હતી. રાજ્યમાં આદિવાસીઓને વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત અંતર્ગત ઘણું બધું આપ્યું છે એવી વાત કરી હતી. વિશ્વ આદિવાસી દિન ઉજવણીના યોગેશ પટેલે જણાવ્યું હતું કે આદિવાસી સમાજના રીત રિવાજો પરંપરાઓ ખૂબ ઉંચા છે. શહેરમાં એક જ દિવસમાં લગ્ન પતી જાય છે જ્યારે ગામડાઓમાં ૧૦ દિવસ સુધી ઢોલ નગારા વગાડી આ પ્રસંગનો સમગ્ર વિસ્તારમાં લાહવો લેવામાં આવે છે.
“રાજ્યમાં અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસીઓની ૯૦ લાખ જેટલી વસતી હોય , રાજ્યનો છઠ્ઠો ભાગ એટલે કે ૧૫ ટકા વસ્તી આદિવાસીઓની છે તો તેઓને માંગ કરવાનો પણ પુરેપુરો હક છે. આજે કોઈ પણ મોટું ફંક્શન હોય ત્યારે આદિવાસી નૃત્ય વગર એની શોભા વધતી નથી. આદિવાસી સમાજ શિક્ષણ ક્ષેત્રે હોય ઉદ્યોગ ક્ષેત્રે હોય કે સામાજિક ક્ષેત્રે દરેક ક્ષેત્રમાં ખૂબ આગળ વધ્યો છે. ૫૦ વર્ષ પહેલાનો આદિવાસી અને વર્તમાન સમયનો આદિવાસી ઘણો તફાવત છે. પહેલાના સમયમાં આદિવાસીઓ લાકડીયો કોલ લગાડતા હતા એટલે કે એકબીજાને વાત કરીને સંદેશા પહોંચાડતા હતા જ્યારે વર્તમાન સમયમાં દરેક આદિવાસીઓ પાસે પણ હવે મોબાઈલ થઇ ગયા છે. પહેલા કરતા આદિવાસીઓમાં પણ ઘણો વિકાસ થયો છે. આદિવાસીઓનો વધુને વધુ વિકાસ થાય તે માટે સરકાર મદદરૂપ થઇ રહી છે. અંબાજીથી ઉમરગામ સુધી ૬૦૦ કરોડ રૂપિયા આદિવાસીઓ માટે સરકારે ફાળવ્યા છે ત્યારે છોટાઉદેપુર ખાતે અધતન દવાખાનું બનાવવા માટેની પણ મુખ્યમંત્રીને રજૂઆત કરવાની બાંહેધરી આપી હતી. કોરોનાની વાત કરતા જણાવ્યું હતું કે શહેરમાં કોરોનાના કારણે ઘણાં બધાં લોકો ભોગ બન્યા છે જ્યારે ગામડામાં એની ખૂબ જ ઓછી અસર છે.સાથે સાથે શહેર તરફ દોટ મારતા આદિવાસીઓને ટકોર પણ કરી હતી કે ગામડામાં જે સુખ સમૃદ્ધિ અને શાંતિ છે તે શહેરમાં નથી તેથી શહેર તરફ દોટ ન મારવા આદિવાસીઓને જણાવ્યું હતું. આદિવાસીઓએ બાપદાદાનો વારસો સાચવ્યો છે. રામાયણથી આદિવાસીઓ છે જે અત્યાર સુધી પણ એ વારસો જાળવી રાખ્યો છે. દરેક વિકાસમાં સરકાર પણ મદદરૂપ થશે તેમ તેઓએ જણાવ્યું હતું. પાવીજેતપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં યોજાયેલ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે ખુરશીઓ મૂકી સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરવામાં આવ્યું હતું. દર વર્ષ કરતાં આદિવાસીઓની સંખ્યા ખૂબ ઓછી હતી જ્યારે એલ આર ડીની ભરતીમાં આદિવાસીઓ સાથે થયેલા અન્યાયને વર્ષ પછી પણ ન્યાય મળ્યો નથી તેથી કોંગ્રેસી નેતાઓએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત ન રહી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
(તસવીર / અહેવાલ :- ઈમરાન સિંધી, પાવી જેતપુર)

Related posts

સલૂનમાં તોડફોડ કરનાર મહિલાઓ વિરૂદ્ધ ગુનો દાખલ

aapnugujarat

કોંગ્રેસને ફટકો : એકલા હાથે ચૂંટણી લડવા એનસીપી તૈયાર

aapnugujarat

૬ જાન્યુઆરીથી અમદાવાદામાં પતંગોત્સવનો પ્રારંભ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1