Aapnu Gujarat
ગુજરાત

CM રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે Unlock-3ની જાહેર થયેલી ગાઈડલાઈન સંદર્ભે બેઠક

બુધવારે કેન્દ્ર સરકાર દ્વારા અનલોક 3ની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી. તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે અનલોક-3ની આ જાહેર કરેલી ગાઇડલાઇન સંદર્ભે એક બેઠક યોજાશે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી અનલોક-3ની ગાઈડલાઈનનો રાજ્ય સરકાર અભ્યાસ કરશે.

ગુજરાત સરકાર કેન્દ્ર સરકારની અનલોક-3ની ગાઈડ લાઈન પ્રમાણે ગુજરાતમાં 1 ઓગસ્ટથી અનલોક 3 લાગુ થશે. જોકે વેપાર-ધંધા કેટલા વાગ્યા સુધી ચાલુ રાખવા તેનો નિર્ણય પણ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે રાત્રી કરફ્યૂ દૂર કર્યો છે તો ગુજરાતમાં તેનો અમલ કેવી રીતે કરવો તેની પણ હાઈ પાવર કમિટીમાં ચર્ચા વિચારણા કરી સત્તાવાર જાહેરાત થાય તેવી સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે, બુધવારે કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-3ની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી. જે મુજબ અનેક છૂટછાટ વધારાઈ છે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા દિશા-નિર્દેશોમાં 5 ઓગસ્ટથી જીમ ખોલવાની પરવાનગી આપી છે. સાથે જ સરકારે નાઇટ કર્ફ્યૂંને હટાવી દીધો છે. મેટ્રો, રેલ અને સિનેમાઘર પર પાબંધી યથાવત રહેશે.

સરકારે કહ્યું કે સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે યોજવામાં આવશે. આ ઉપરાંત અન્ય સ્વાસ્થ્ય પ્રોટોકોલનું પાલન કરવું પડશે. જેમ કે માસ્ક પહેરવું.

ગૃહ મંત્રાલયે જણાવ્યું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સાથે વ્યાપક ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે કે સ્કૂલ કોલેજ અને કોંચિંગ સંસ્થા 31 ઓગસ્ટ સુધી બંધ રહેશે.

વંદે ભારત મિશન હેઠળ સીમિત સંખ્યામાં આંતરરાષ્ટ્રીય હવાઇ યાત્રાને પરવાનગી આપવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય ઉડાનોને લઇને સરકાર પછી નિર્ણય લેશે.

કન્ટેઈન્મેન્ટ ઝોનમાં 31 ઓગસ્ટ સુધી લોકડાઉનનું કડકાઇપૂર્વક લાગૂ કરવાનું યથાવત રહેશે. નિર્માણ ગતિવિધિઓ ચાલશે પરંતુ સામાજિક અંતર અને માસ્કનું પાલન કરવું પડશે. આ ગાઇડલાઇન્સ તમામ જિલ્લા કલેક્ટરો અને રાજ્ય સરકારોની વેબસાઇટો પર જાહેર કરવામાં આવશે.

મેટ્રો રેલ, સિનેમા હોલ, સ્વિમિંગ પૂલ, થિયેટર, બાર, ઓડિટોરિયમ, એસેંબલી હોય પહેલાંની માફક બંધ રહેશે. સરકારે જે છૂટ આપી છે તે કંન્ટેનમેંટ ઝોનથી બહાર માટે આપી છે. કન્ટેનમેંટ ઝોનમાં પાબંધી યથાવત રહેશે.

દેશના તમામ કેન્ટેઈન્મેન્ટ ઝોનની દેખરેખ કેન્દ્ર સરકાર કરશે. રાજ્ય સરકારોએ કન્ટેઈન્મેન્ટ ઝોનની બહારની ગતિવિધિઓ પર નિર્ણય લેવાનો છે. રાજ્ય અને સંધ રાજ્ય ક્ષેત્ર કન્ટેઈન્મેન્ટ ઝોનની બહારની કેટલીક ગતિવિધિઓને પ્રતિબંધિત કરી શકે છે.

Related posts

अहमदाबाद-मुंबई बुलेट ट्रेन प्रॉजेक्ट के सलाहकार संजीव सिन्हा

aapnugujarat

पप्पू शब्द को चुनाव आयोग ने प्रतिबंधित किया

aapnugujarat

વાઇબ્રન્ટ ગુજરાતનાં નામે પ્રજાનાં પૈસા લૂંટાઇ રહ્યા છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1