Aapnu Gujarat
રાષ્ટ્રીય

મોંઘી થઇ ચાની ચુસ્કી

ચાના બંધાણીઓ માટે મોટા સમચાર સામે આવ્યા છે. ચાની ચુસ્કી હવે વધુ મોંઘી બનશે. જથ્થાબંધા ચાના ભાવમાં ૬૦ ટકાનો વધારો આવતા ઘરે કે કીટલી પર ચા પીવી મોંઘી બનશે. લૉકડાઉન અને આસામમાં આવેલા પૂરના કારણે ચાના પાકને મોટું નુકસાન થયું છે. જેથી ચાના ભાવમાં જલ્દી જ વધારો થવા જઈ રહ્યો છે.કોરોના કાળમાં જ ચાના ભાવમાં ૨૦ ટકાનો વધારો થયો છે. અને હવે તે વધુ મોંઘી થવા જઈ રહી છે.
સવારમાં ઑફિસમાં કે ઘરે, બહાર જતા મિત્રો કે સંબંધીઓ સાથે ચાની ચુસ્કી માણવી હવે મોંઘી પડી શકે છે. આસામના વિનાશક પૂરની સ્થિતિને જોતા નવરાત્રિ બાદ ચાના ભાવમાં ૬૦ ટકાનો વધારો તોળાઈ રહ્યો છે. જેના કારણે ચાની કીટલી પર જે ચાનો કપ મળે છે તેમાં પણ ૨ થી ૩ રૂપિયાનો વધારો થયો છે.સામાન્ય રીતે માર્ચ-એપ્રિલ મહિનામાં જ નવી ચાના ઉત્પાદનની શરૂઆત થતી હોય છે. વર્ષ ૨૦૧૯ની સરખામણીમાં આ વર્ષે ચાનું ઉત્પાદન ૧૭૦ મિલિયન જેટલું ઓછું થયું છે. ઓછા ઉત્પાદનના કારણે ઉત્પાદકો ભાવમાં વધારો કરવા મજબૂર થયા છે. જેથી હવે ચાની ચૂસ્કી મોંઘી પડી શકે છે.

Related posts

કમાણીની દૃષ્ટિએ કોમર્શિયલ સેટેલાઈટોનો કારોબાર વધ્યો

aapnugujarat

नई हज नीतिःसब्सिडी खत्म करने के लिए प्रस्तावित किया गया

aapnugujarat

सट्टेबाजों के लिए २०१९ बंपर साल रहेगा : रिपोर्ट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1