Aapnu Gujarat
રાષ્ટ્રીય

કમાણીની દૃષ્ટિએ કોમર્શિયલ સેટેલાઈટોનો કારોબાર વધ્યો

અંતરિક્ષના ક્ષેત્રમાં ભારતે આજે અભૂતપૂર્વ સફળતા હાંસલ કરી લીધી હતી. શ્રીહરિકોટા સ્પેસ સેન્ટર ખાતેથી એક જ મિશનમાં ૩૧ ઉપગ્રહોને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યા હતા. આની સાથે જ ભારત હવે વાણિજ્યના ક્ષેત્રમાં પણ જંગી કમાણી કરે તેવા સંકેત છે. કમાણી માટે કોમર્શિયલ સેટેલાઈટને સ્પેસમાં મોકલવાનો કારોબાર હાલના દિવસોમાં વધી રહ્યો છે. ફોન, ઈન્ટરનેટ અને અન્ય કંપનીઓ તથા તમામ દેશો હાઈટેક કોમ્યુનિકેશનની માંગણી કરી રહ્યા છે. ઈસરોએ ૨૦૧૩માં ઓર્બિટ માર્સ ઉપર એક માનવરહિત રોકેટ મોકલવામાં સફળતા મેળવી હતી. તેની ઉપર ૭૩ મિલિયન ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે બીજી તરફ નાસાએ આ પ્રકારના માર્સ મિશન ઉપર ૬૭૧ મિલિયન ડોલરનો જંગી ખર્ચ કર્યો હતો. ઈસરોની સફળતાને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારે આ વખતના સામાન્ય બજેટમાં સ્પેસ એજન્સીના બજેટમાં ફાળવણી વધારી દીધી હતી. ઈસરોના કહેવા મુજબ ઈસરોની આ સફળતાને અભૂતપૂર્વ સફળતા તરીકે ગણવામાં આવે છે. અંતરિક્ષના ક્ષેત્રમાં વિશ્વમાં ડંકો વગાડનાર અને તમામ રિકોર્ડ પોતાના નામ પર કરનાર ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા ( ઇસરો)એ આજે નવો ઇતિહાસ સર્જયો હતો. ઇસરોએ ૧૦૦મો ઉપગ્રહ લોંચ કર્યો હતો. ઇસરોએ એક સાથે ૩૧ સેટેલાઇટ લોંચ કર્યા હતા. ઇસરોની તરફથી પીએસએલવી સી-૪૦ રોકેટ મારફતે લોંચ કરવામાં આવેલા ૩૧ સેટેલાઇટ પૈકી ૨૮ વિદેશી અને ૬ણ સ્વદેશી ઉપગ્રહ છે. વિદેશી સેટેલાઇટની વાત કરવામાં આવે તો કેનેડા, ફિનલેન્ડ, ફ્રાન્સ, દક્ષિણ કોરિયા, બ્રિટન અને અમેરિકાનો સમાવેશ થાય છે.

Related posts

રાજકીય અખાડામાં દેશમાં મોદીની વિરુદ્ધ પડકાર નથી

aapnugujarat

કેન્દ્રીય કર્મચારીઓને બલ્લે બલ્લે, સરકારની ડીએ સહિત છ જાહેરાત

editor

ओवैसी का विवादित बयान, कहा – हिंदुत्व झूठ पर बना है

editor

Leave a Comment

UA-96247877-1