એકપછી એક રાજ્ય વિધાનસભાની ચૂંટણીના પરિણામથી સાબિતી મળી રહી છે કે દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા દિન પ્રતિદિન વધી રહી છે. ચૂંટણીમાં સતત જીતથી સ્પષ્ટ થઇ રહ્યુ છે તે દેશના રાજકીય અખાડામાં હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે કોઇ પડકાર નથી. હાલમાં તો કમ સે કમ ૭૦ના દશકની સ્થિતી સર્જાઇ રહી છે. એ વખતે એક બાજુ ઇન્દિરા ગાંધી હતા અને બીજી બાજુ તમામ વિરોધી હતા. આવી જ સ્થિતી હવે ફરી સર્જાઇ રહી છે. જ્યારે એક બાજુ મોદી છે અને બીજી બાજુ તેમની સામે ટક્કર લેવા માટે સમગ્ર વિરોઘ પક્ષ હોવા છતાં તેમની સ્થિતી ખુબ નબળી બનેલી છે. પાર્ટીની અંદર પણ મોદી માટે કોઇ પડકાર નથી. પાર્ટીની કમાન તેમના વિશ્વાસુ અમિત શાહના હાથમાં છે. જુદા દિગ્ગજ માર્ગદર્શક મંડળમાં જઇને પોતાની લોકપ્રિયતા ગુમાવી ચુક્યા છે. હાલના સભ્યો સામે મોદીની વધતી લોકપ્રિયતાની સામે શરણાગતિ સ્વીકારવા સિવાય કોઇ વિકલ્પ નથી. મોદી મજબુત કેમ થઇ રહ્યા છે તેના ંમાટે ત્રણઁ કારણઁ છે. એક કારણ તો ગરીબ કલ્યાણ છે. બીજી બાજુ રાષ્ટ્રવાદ અને ત્રીજી બાબત ખાવીશુ નહી અને ખાવા દેશુ નહીનુ વલણ છે. રાષ્ટ્રવાદ પ્રત્યે તેમના પ્રેમની સામે તો કોઇ પ્રશ્ન ઉઠાવી શકે તેમ નથી. સાથે સાથે ભ્રષ્ટાચારના મોરચે તેમની સરકાર સફળ રીતે આગળ વધી છે. કોઇ પ્રધાન ભ્રષ્ટાચારમાં સામેલ નથી. કોઇની કોઇ તકલીફ નથી. આના કારણે સરકારની છાપ વધારે મજબુત બની રહી છે. ગરીબ કલ્યાણઁ માટે તેમના દ્વારા લેવામાં આવેલા પગલાની ચારેબાજુ પ્રશંસા થઇ રહી છે. તેમની કામગીરી દરેક ક્ષેત્રમાં સ્પષ્ટપણે દેખાઇ રહી છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ