Aapnu Gujarat
રાષ્ટ્રીય

કેન્દ્રીય કર્મચારીઓને બલ્લે બલ્લે, સરકારની ડીએ સહિત છ જાહેરાત

કેન્દ્રીય કર્મચારીઓ અને કેન્દ્ર સરકારના પેન્શનર્સને રાહત આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે. તેનાથી દેશના લગભગ ૫૨ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને લગભગ ૬૦ લાખ કેન્દ્ર સરકારના પેન્શન ધારકોને ફાયદો થશે. આ જાહેરાતમાં સૌથી મોટી રાહત મોંઘવારી ભથ્થું એટલે કે, મોંઘવારી રાહત એટલે ડીઆરની હતી. આવો જાણીએ આ કઇ મોટી જાહેરાતો છે.
લાંબા સમયથી રાહ જાેયા બાદ લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતની પુનસ્થાપનાને સરકારની મંજૂરી મળી ગઇ છે. પરંતુ આ લાભ માટે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ ને બે મહિનાની રાહ જાેવી પડશે. એક વાત તો નક્કી છે કે કેન્દ્રીય કર્મચારીઓને સપ્ટેમ્બરના પગારમાં મોટો વધારો થશે.
કેન્દ્ર સરકારે પોતાના નિવૃત કર્મચારીઓ માટે પણ ઘણી જાહેરાતો કરી છે. નિવૃત થયેલા કર્મચારીઓને હવે ૧૮૦ દિવસ સુધી પોતાના ટીએનું વિવરણ આપવું પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે પહેલાં આ સીમા ૬૦ દિવસની હતી. આ નવો નિયમ ૧૫ જૂનથી લાગૂ થયો છે.
કેન્દ્ર સરકારે હાઉસ બિલ્ડિંગ એડવાન્સ એટલે કે એચબીએને લઇને નવી ગાઇડલાઇન જાહેર કરી છે. જુલાઇ ૨૦૨૦માં કેંદ્ર સરકારે એચબીએના વ્યાજદરને ૭.૯ ટકા કરી દીધો હતો. આ દર ૩૧ માર્ચ ૨૦૨૦ સુધી લાગૂ રહેશે. જાે તમે પણ પોતાનું ઘર બનાવવા માંગો છો તો કેન્દ્ર સરકારના કર્મચારી ૩૧ માર્ચ ૨૦૨૨ સુધી હાઉસ બિલ્ડિંગ એડવાન્સ લઇ શકે છે.
કેન્દ્ર સરકારના પેન્શન ધારક કર્મચારીઓને હવે પેન્શન સ્લિપ માટે બેંકોના ચક્કર લગાવવા નહીં પડે. કેન્દ્ર સરકારે પેન્શન ઇશ્યૂ કરનાર બેંકોને નિર્દેશ આપ્યો છે કે તે પેન્શનરોની પેન્શન સ્લિપ તેમના ઇમેલ, વોટ્‌સએપ અને એસએમએસ દ્વારા મોકલી શકે છે. તમને જણાવી દઇએ કે આ નિયમ ૧ જુલાઇથી લાગૂ થઇ શકે છે. સરકારે પારિવારિક પેન્શનના નવા નિયમો અનુસાર હવે મૃત્યું પ્રમાણ પત્ર મળતાં જ પેન્શનની સુવિધા શરૂ થઇ જશે. પછી ઔપચારિકતા પછી પણ પુરી કરી શકાશે. આ પ્રકારે પરિવારને આર્થિક રીતે મદદ મળશે.
કર્મચારી અને તાલીમ વિભાગએ કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોટી રાહત આપી છે તેના હેઠળ બાળ શિક્ષણ ભથ્થું ક્લેમ કરવાના નિયમોમાં ઢીલ આપવામાં આવી છે. સીઇએ ક્લેમ માટે સંબંધિત કર્મચારીઓને સ્વ પ્રમાણપત્ર તથા નિર્ધારિત રીતો ઉપરાંત પરિણામ / રિપોર્ટ કાર્ડ / શુલ્ક ચૂકવણીને ઇમેલ/એસએમએસની પ્રિંટઆઉટ દ્વારા પણ કરી શકાશે.

Related posts

કપિલે કહ્યું, ”દાઉદ જેલમાં નથી, તો શું તે અપરાધી નથી?”

aapnugujarat

ઇકબાલ કાસકરની ડ્રગ્સ સપ્લાય કેસમાં ધરપકડ

editor

Pakistan trying to hoodwink international community with its “cosmetic” steps against terror groups : MEA

aapnugujarat

Leave a Comment

UA-96247877-1