Aapnu Gujarat
ગુજરાત

રાજ્યમાં વરસાદ ખેંચાશે

રાજ્યમાં ચોમાસું શરૂ થઇ ચુક્યું છે. જાે કે હવે મેઘરાજા રિસાયા હોય તેવો ઘાટ છે. ગુજરાતનાં મોટા ભાગનાં વિસ્તારોમાં છેલ્લા ૩ દિવસથી વરસાદ નથી. અમદાવાદમાં પણ જૂન મહિનામાં વરસાદના આગમન બાદ છેલ્લા પાંચ દિવસોથી વરસાદ નથી. પ્રાઇવેટ હવામાન એજન્સી સ્કાયમેટની આગાહી અનુસાર સમગ્ર રાજ્યમાં ૧૫ જુલાઇ સુધી રાજ્યમાં ૨૦ મી.મી વધારે વરસાદ દેખાઇ રહ્યો છે.
ગુજરાતમાં ખરીફ સીઝનમાં ખેડૂતોએ અત્યાર સુધીમાં ૧૯.૨૫ ટકા એટલે કે ૨૫ લાખ હેક્ટર જમીનમાં વાવણી થઇ ચુકી છે. તેવામાં જાે વરસાદ હજી પણ ખેંચાશે તો ખેડૂતોનો પાક સુકાઇ જવાની ચિંતા સતાવી રહી છે. અત્રે નોંધનીય છે કે, ચાલુ વર્ષે ઓછા વરસાદ વચ્ચે અત્યારે ચોમાસાને બ્રેક લાગી છે. જેના કારણે અનેક વિસ્તારોમાં ગરમી વધવા લાગી છે. રાજધાની દિલ્હીમાં એક જુલાઇએ પારો ૪૩.૫ ડિગ્રીને સ્પર્શી ગયો છે. ૯ વર્ષમાં આવું પહેલીવાર છે કે, ગરમી આ દિવસે આટલા ઉંચા લેવલ સુધી પહોંચી હોય.
ભારતીય હવામાન વિભાગના અનુસાર મોનસુન પર બ્રેક લાગશે. જૂનથી સપ્ટેમ્બર સુધી ૪ મહિનામાં ચોમાસું હોય છે. આ દરમિયાન ચોમાસામાં પવનોના લીધે સમગ્ર દેશમાં વરસાદ થાય છે. જાે કે આ દરમિયાન એક કે બે અઠવાડીયા સુધી વરસાદ પર બ્રેક લાગતી હોય છે. જેને મોનસુન બ્રેક કહેવામાં આવે છે.

Related posts

ચુડાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ હાર્ટ દિવસની ઉજવણી

editor

एएमसी की जुनियर क्लर्क की परीक्षा में अनियमितता

aapnugujarat

ચંદ્રનગરમાં બીઆરટીએસ અને ટેમ્પો વચ્ચે અકસ્માત

editor

Leave a Comment

UA-96247877-1