Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઇકબાલ કાસકરની ડ્રગ્સ સપ્લાય કેસમાં ધરપકડ

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ભાઇ ઇકબાલ કાસકરની મુંબઇ નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો એટલે કે એનસીબી દ્વારા બુધવારે ધરપકડ કરવામાં આવી છે. ડ્રગ્સ કેસમાં પ્રોડક્શન વોરંટ ઉપર ઇકબાલ કાસકરની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં જ એનસીબીએ ચરચની બે કંસાઇનમેન્ટ પકડ્યા હતા. જેને પંજાબના લોકો કાશ્મીરથી મુંબઇ બાઇક પર લઇને આવ્યા હતા. આ કેસમાં લગભગ ૨૫ કિલો ચરસ પકડવામાં આવ્યું હતું.
આ કેસમાં આગળની તપાસ દરમિયાન એનસીબીને તેમાં અંડરવર્લ્ડ સાથે તાર જાેડાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. જેના કારણે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ભાઇ ઇકબાલ કાસકરની કસ્ટડી એનસીબીએ લીધી છે. ઇકબાલને થોડી વારમાં નસીબીની ઓફિસે લઇ જવામાં આવશે. કેસની તપાસ દરમિયાન એનસીબીને ટેરર ફંડિંગ અને ડ્રગ્સની સપ્લાઇ માટે અંડરવર્લ્ડ સાથે જાેડાયેલા સબૂત મળ્યા હતા.
જેના આધાર પર એનસીબીએ મુંબઇમાં અનેક જગ્યાઓ પર રેઇડ પાડી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓ સાથેની પૂછપરછ અને ચરસની સપ્લાઇના કનેક્શન દાઉદ ઇબ્રાહીમના ભઆઇ ઇકબાલ કાસકર સુધી પહોંચ્યા બાદ ઠાણે જેલમાં બંધ ઇકબાલ કાસકરની એનસીબી દ્વારા કસ્ટડી લેવામાં આવી છે.

Related posts

બિહારમાં ૧ જૂન સુધી લંબાવાયું લોકડાઉન

editor

આસામને ફરી ઠગવા નીકળી છે કોંગ્રેસ : મોદી

editor

सुब्रमण्यम स्वामी ने सुनंदा केस में दायर की अर्जी, पुलिस पर तथ्य छिपाने का आरोप

aapnugujarat

Leave a Comment

UA-96247877-1