Aapnu Gujarat
બિઝનેસ

વિશ્વની ટોચની ૧૦૦ બ્રાન્ડમાં એમેઝોન પ્રથમ

એમેઝોન અને એપલ વિશ્વની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ છે. જાે કે ચીનની બ્રાન્ડ્‌સ આ બાબતમાં સતત આગળ વધી રહી છે તેમ બ્રાન્ડથી જાેડાયેલા એક તાજેતરના રેન્કિંગમાં આ વાત જણાવવામાં આવી છે. કાન્ટાર બ્રાન્ડઝેડના રેન્કિંગ અનુસાર વેલ્યુની દ્રષ્ટિએ ચીનની બ્રાન્ડ્‌ઝ યુરોપની ટોચની બ્રાન્ડથી આગળ નીકળી ગઇ છે.
૧૯૯૪માં જેફ બેઝોસ દ્વારા સ્થાપિત એમેઝોન વિશ્વની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ બની રહી છે. એમેઝોનની બ્રાન્ડ વેલ્યુ ૬૮૪ બિલિયન ડોલર આંકવામાં આવી છે. જ્યારે ૧૯૭૬માં સ્થાપિત એપલની બ્રાન્ડ વેલ્યુ ૬૧૨ અબજ ડોલર છે.
આ રેન્કિંગમાં ગૂગલ ૪૫૮ અબજ ડોલરની વેલ્યુ સાથે આ યાદીમાં ત્રીજા ક્રમે છે. ૧૦૦ કંપનીઓની યાદીમાં ભારતની ત્રણ કંપનીઓને પણ સ્થાન મળ્યું છે. ટીસીએસ ૫૮માં ક્રમે, એચડીએફસી બેંક ૬૬માં ક્રમે અને એલઆઇસી ૭૫માં ક્રમે છે.
આ યાદીમાં ચોથા ક્રમે માઇક્રોસોફ્ટ, પાંચમાં ક્રમે ચીનની વીડિયો ગેમ અને સોશિયલ મીડિયા કંપની ટેનસેન્ટ પાંચમાં ક્રમે, છઠ્ઠા ક્રમે ફેસબુક, સાતમા ક્રમે અલીબાબા, આઠમાં ક્રમે વિસા, નવમાં ક્રમે મેકડોનાલ્ડ અને અને દસમાં ક્રમે માસ્ટરકાર્ડ છે.
કાન્ટાર બ્રાન્ડઝેડના ડાયરેક્ટર(ગ્લોબલ સ્ટ્રેટેજી) ગ્રેહામ સ્ટોપ્લેહર્સ્‌ટે જણાવ્યું હતું કે ચીનની બ્રાન્ડ ધીમે ધીમે પણ સ્થિર રીતે આગળ વધી રહી છે. આ યાદી મુજબ ૨૦૦૩માં રચાયેલી ટેસ્લા સૌથી ઝડપથી આગળ વધતી અને સૌથી વધુ મૂલ્યવાન કાર બ્રાન્ડ છે.
આ યાદીમાં અમેરિકન બ્રાન્ડ્‌ઝનું પ્રભુત્ત્વ છે. ૧૦૦માંથી ૭૪ બ્રાન્ડ અમેરિકાની છે. ફ્રાન્સની લૂઇસ વીટોન ૨૧માં ક્રમે છે અને યુરોપની સૌથી વધુ મૂલ્યવાન બ્રાન્ડ છે. બ્રિટનની વોડાફોન આ યાદીમાં ૨૬મા ક્રમે છે. આ યાદીમાં યુરોપિયન બ્રાન્ડની હિસ્સેદારી ઘટીને આઠ ટકા રહી ગઇ છે જે એક દાયકા પહેલા ૨૦ ટકા હતી.

Related posts

FPI દ્વારા માર્ચમાં ૨૦,૪૦૦ કરોડનું રોકાણ

aapnugujarat

सरकार ने 2020 तक बढ़ाया सीबीडीटी चेयरमैन मोदी का कार्यकाल

aapnugujarat

સુપ્રીમ કોર્ટે RIL સાથે સંબંધિત કેસની ઝડપી સુનાવણી માટેની અરજી પર કેન્દ્ર સરકારને ફટકાર લગાવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1