Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઇસરોનો ઇતિહાસ : એક સાથે ૩૧ ઉપગ્રહો સફળરીતે લોન્ચ

અંતરિક્ષના ક્ષેત્રમાં વિશ્વમાં ડંકો વગાડનાર અને તમામ રિકોર્ડ પોતાના નામ પર કરનાર ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા ( ઇસરો)એ આજે નવો ઇતિહાસ સર્જયો હતો. ઇસરોએ ૧૦૦મો ઉપગ્રહ લોંચ કર્યો હતો. ઇસરોએ એક સાથે ૩૧ સેટેલાઇટ લોંચ કર્યા હતા. ચેન્નાઈથી ૧૧૦ કિલોમીટરના અંતરે સ્થિત શ્રીહરિકોટ અંતરિક્ષ કેન્દ્રથી આ તમામ ઉપગ્રહો લોંચ કરવામાં આવ્યા હતા. પીએસએલવી-સી૪૦એ સવારે ૯.૨૮ વાગે ઐતિહાસિક ઉંડાણ ભરી હતી. અંતરિક્ષ કેન્દ્રના પ્રથમ લોંચપેડથી ૪૪.૪ મીટર લાંબા રોકેટે ઉંડાણ ભરી હતી. ઇસરોએ જૂન ૨૦૧૭ સુધી ૨૭૮ સેટેલાઇટ લોંચ કર્યા હતા. ગયા વર્ષે સ્પેશમાં ૧૦૪સેટેલાઇટ મોકલવાનો રેકોર્ડ પણ સર્જવામાં આવ્યો હતો. પીએસએલવી-સી૩૭ મારફતે આ તમામ ઉપગ્રહો છોડવામાં આવ્યા હતા. ઇસરોની તરફથી પીએસએલવી સી-૪૦ રોકેટ મારફતે લોંચ કરવામાં આવેલા ૩૧ સેટેલાઇટ પૈકી ૨૮ વિદેશી અને ૬ણ સ્વદેશી ઉપગ્રહ છે. વિદેશી સેટેલાઇટની વાત કરવામાં આવે તો કેનેડા, ફિનલેન્ડ, ફ્રાન્સ, દક્ષિણ કોરિયા, બ્રિટન અને અમેરિકાનો સમાવેશ થાય છે. પીએસએલવી -સી ૪૦ મારફતે કુલ ૧૩૨૩ કિલોના સેટેલાઇટ લોંચ કરવામાં આવ્યા હતા. જેમાં કાર્ટોસેટ-૨નુ વજન ૭૧૦ કિલોગ્રામ હોવાનુ જાણવા મળ્યુ છે. જ્યારે બાકીના ૩૦ સેટેલાઇટનુ વજન ૬૧૩ કિલો હોવાનુ જાણવા મળ્યુ છે. અગાઉ ઇન્ડિયન સ્પેશ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન અથવા તો ઇસરો દ્વારા પીએસએલવી-સી૪૦ કાર્ટોસેટ-૨ સેટેલાઇટ મિશન માટે કાઉન્ટડાઉનની શરૂઆત કરવામાં આવી હતી. ૨૮ કલાક સુધી કાઉન્ટડાઉન ચાલ્યુ હતુ. ગઇકાલે સવારે ૫.૨૯ વાગે કાઉન્ટડાઉનની શરૂઆત થઇ હતી. ઇસરોની વેબસાઈટ ઉપર આજે આ મુજબની માહિતી આપવામાં આવી હતી. મિશન રેડિનેસ રિવ્યુ કમિટિ અને લોંચ ઓથોરાઇઝેશન બોર્ડ દ્વારા બુધવારના દિવસે કાઉન્ટડાઉનને મંજુરી આપવામાં આવ્યા બાદ આ કાઉન્ટડાઉન શરૂ થયું હતુ. આ રોકેટ એક સાથે ૩૧ સેટેલાઇટને લઇને રવાના હતુ હતુ જેમાંં મુખ્ય પેલોડ કાર્ટોસેટ-૨ સીરીઝનો સમાવેશ થાય છે. તેના વર્કહોર્સ પોલાર સેટેલાઇટ લોંચ વ્હીકલ પીએસએલવી મારફતે ૨૫૦થી વધુ સેટેલાઇટોને પરિભ્રમણ કક્ષામાં સફળરીતે તરતા મુકી દેવામાં આવ્યા બાદથી ઇસરો જુદા જુદા દેશોના ઉપગ્રહોને હવે તરતા મુકી રહ્યું છે. સ્પેશ સંસ્થા દ્વારા હવે પીએસએલવીની નવી ક્ષમતા ઉમેરી દીધી છે. ઇસરો દ્વારા નાનકડા સેટેલાઇટની દિશામાં આગેકૂચ કરી દીધી છે.અત્રે નોંધનીય છે કે, ૩૧મી ઓગસ્ટ ૨૦૧૭ના દિવસે તેના અગાઉના પીએસએલવી મિશનને નિષ્ફળતા મળી હતી. ઇસરો અને એટ્રિક્સ કોર્પોરેશન લિમિટેડ વચ્ચે થયેલી વ્યાપારી સમજૂતિ હેઠળ ૨૮ આંતરરાષ્ટ્રીય ઉપગ્રહો છોડવામાં આવ્યા હતા. ઇસરોએ એક પછી એક સફળતાઓ હાસલ કરી છે. તાજેતરના વર્ષોમાં ઇસરોએ વિશ્વના અન્ય દેશોના ઉપગ્રહોને પણ સફળતાપૂર્વક લોંચ કર્યા છે. ઇસરોએ ભારતના પ્રથમ સેટેલાઇટ આર્યભટ્ટને લોંચ કર્યા બાદથી એક પછી એક સિદ્ધિઓ હાસલ કરી છે. વિશ્વના દેશોમાં ભારતે પોતાની અલગ ઓળખ અંતરિક્ષના ક્ષેત્રમાં ઉભી કરી છે.

Related posts

विजेन्द्र गुप्ता ने उठाया दवाई की कमी का मामला, हुआ हंगामा

aapnugujarat

કોંગ્રેસનાં રાજકુમારી પ્રિયંકા ગાંધી બાળકોને ગાળો શીખવાડી રહ્યા છે : યોગી આદિત્યનાથ

aapnugujarat

तेजाब कांडः शहाबुद्दीन की उम्रकैद की सजा बरकरार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1