Aapnu Gujarat
રમતગમત

૫૦૦ ટેસ્ટ વિકેટ ઝડપનાર બોલર બન્યો સ્ટુઅર્ટ બ્રોડ

ઈંગ્લેન્ડ ક્રિકે ટીમના સ્ટાર ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ઓલ્ડ ટ્રેફર્ડ ટેસ્ટના પાંચમાં અને અંતિમ દિવસે એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી છે. સ્ટુઅર્ટ બ્રોડ ટેસ્ટ ક્રિકેટમાં ૫૦૦ વિકેટ ઝડપનાર વિશ્વનો ૭મો બોલર બની ગયો છે. આ સાથે બ્રોડ ઈંગ્લિશ ક્રિકેટના ઈતિહાસમાં ૫૦૦ ટેસ્ટ વિકેટ લેનાર બીજો બોલર બની ગયો છે.સ્ટુઅર્ટ બ્રોડ પહેલા તેના સાથી જેમ્સ એન્ડરસને ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ તરફથી આ સિદ્ધિ મેળવી હતી. વર્ષ ૨૦૧૭મા એન્ડરસને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ મેચમાં ૫૦૦ ટેસ્ટ વિકેટ લેવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. સ્ટુઅર્ટ બ્રોડે માન્ચેસ્ટર ટેસ્ટમાં પાંચમાં અને અંતિમ દિવસે વેસ્ટ ઈન્ડિઝના ક્રેગ બ્રેથવેટને આઉટ કરીને ટેસ્ટ ક્રિકેટમાં પોતાની ૫૦૦ વિકેટ પૂરી કરી હતી.સ્ટુઅર્ટ બ્રોડ પહેલા મુથૈયા મુરલીધન (૮૦૦), શેન વોર્ન (૭૦૮), અનિલ કુંબલે (૬૧૯), જેમ્સ એન્ડરસન (૫૮૯), ગ્લેન મેકગ્રા (૫૬૩) અને કોર્ટની વોલ્શ (૫૧૯)એ ટેસ્ટ મેચોમાં ૫૦૦થી વધુ વિકેટ ઝડપી છે. તમને જણાવી દઈએ કે વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બોલર કોર્ટની વોલ્શ ટેસ્ટ ક્રિકેટમાં ૫૦૦ વિકેટ ઝડપનાર પ્રથમ બોલર હતા.

Related posts

ભારત – ન્યુઝીલેન્ડ વચ્ચે આજે ઔપચારિક વન-ડે મેચ રમાશે

aapnugujarat

सिनसिनाटी ओपन : फेडरर और जोकोविच जीते

aapnugujarat

વોર્નર માટે આઈપીએલની વર્તમાન સિઝન પૂરી

editor

Leave a Comment

UA-96247877-1