Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગરના મોતીપુરા કેનાલ પાસે દબાણો દૂર કરાયા

હિંમતનગરના મોતીપુરા કેનાલ પાસે નગરપાલિકા દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યાં છે જેમાં કેનાલ પાસેના જુના મકાનો પાલિકા દ્વારા તોડી પાડતાં સ્થાનિક લોકોનો આસરો પણ છીનવાઈ ગયો છે, સ્થાનિકો જણાવી રહ્યાં છે કે, હાલમાં મોતીપુરા કેનાલ વિસ્તાર જમીન બાબતે કોટૅમાં કેસ ચાલે છે ત્યારે હિંમતનગર નગરપાલિકા દ્વારા અમને જાણ કર્યા વિના દબાણ દૂર કરાયું છે ત્યારે સ્થાનિક લોકો પણ મકાન વિહોણા થયા છે, વધુમાં સ્થાનિકોએ જણાવ્યું હતું કે હાલમાં કોરોના વાઈરસમાં સરકાર ઘરમાં રહેવાની સુચના આપે ત્યારે હાલ આ પરિસ્થિતિમાં અમારે ક્યાં રહેવું ક્યાં જવું તે જ મોટો પ્રશ્ન ઉદ્વભવી રહ્યો છે.
હિંમતનગર નગરપાલિકા પાલિકલના ચીફ ઓફિસર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે દબાણ દૂર કરવા બાબતે આ અગાઉ પાલિકા દ્વારા લેખિત જાણ કરવામાં આવી હતી, વધુમાં આ જગ્યા પર સરકાર દ્વારા રેનબસેરાની યોજના પાસ થયેલ છે જેને લઇ ગેરકાયદેસર દબાણો દૂર કરવા આવ્યા છે.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

દિયોદરના વાતમ શિવનગરનાં શિવમંદિરમાં હવન – યજ્ઞ યોજાયો

aapnugujarat

પંચમહાલમાં ચાઈનીઝ તુક્કલ,માંઝા દોરીના વેચાણ, વપરાશ પર પ્રતિબંધ

editor

જશોદાનગર પોલીસ ચોકી સામે એટીએમમાં તોડફોડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1