Aapnu Gujarat
બ્લોગ

‘ચીની કમ’ની વાતો વચ્ચે શું સેલિબ્રિટી પણ કરશે કંપનીઓના કોન્ટ્રાક્ટ રદ ?

ચીન અને ચીની સામાનનો બહિષ્કારની વાત આખા દેશમાં અત્યાર જોર-શોરથી ચાલી રહી છે. એવામાં ચીનની ઘણી કંપનીઓના બ્રાંડ એંબેસડર તરીકે કામ કરી રહેલા સેલિબ્રિટી શું વિચારે છે. મોટા ફિલ્મી સ્ટાર અને ક્રિકેટ જગતના સ્ટાર આ કંપનીઓના પ્રચાર કરી રહ્યા છે. મોટાભાગની કંપનીઓ સ્માર્ટફોન અને ફિટટેક ક્ષેત્ર સાથે જોડાયેલી છે. હાલ તમામ સેલિબ્રિટી તેમની બ્રાંડ મેનેજમેન્ટ કંપનીઓને સલાહ આપી છે કે તે આ કંપનીઓના ઉત્પાદકોનું ઓછામાં ઓછો પ્રચાર કરે.
ચીની બહિષ્કારના નામે કોઇપણ સેલિબ્રિટી કંપનીઓ સાથે કરેલા કોન્ટ્રાક્ટ તોડી શકે નહી. જોકે તે ર્હ્લષ્ઠિી સ્ટ્ઠદ્ઘીેિી ને ઢાલ બનાવતાં પોતાના કોન્ટ્રાક્ટને રદ કરી શકે છે. આ ક્લોઝ દરેક કોન્ટ્રાક્ટમાં હોય છે. આ ક્લોઝનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે જ્યારે યુદ્ધ રમખાણો, મહામારી અથવા કોઇ એવી વસ્તુ હોય છે જેના પર માણસોનો કંટ્રોલ હોતો નથી. આ ક્લોઝ દ્વારા સેલિબ્રિટી ચીની કંપનીઓની સાથે પોતાના કોન્ટ્રાક્ત ખતમ કરી શકે છે. જોકે ત્યારબાદ તેમને બાકી બચેલી ફી પણ કંપનીઓને પરત કરવી પડશે.
હાલ રણબીર કપૂર, દીપિકા પાદુકોણ, આમિર ખાન, કેટરીના કૈફ, રણવીર સિંહ અને વિરાટ કોહલી જેવા ફિલ્મી સ્ટાર્સ અને ક્રિકેટર ચીની કંપનીઓના બ્રાંડ એંબેડર બનેલા છે. દીપિકા અને રણબીર કપૂર ઓપ્પોનો પ્રચાર કરે છે. તો બીજી તરફ આમીર ખાન વીવોના બ્રાંડ એંબેડર છે. કેટરીના કૈફ સ્ૈં અને રણવીર સિંહ રેડમીનો પ્રચાર કરે છે. તો બીજી તરફ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી ૈર્ઊર્ ને પ્રમોટ કરે છે. સેલેબ્રિટી અત્યારે પણ માહોલ જોઇ રહ્યા છે. સોમવારે સરકાર દ્વારા ૫૯ એપ્સ બેન કર્યા બાદ હવે સેલ્બ્રિટી પણ ચીની કંપનીઓ સાથે બ્રાંડ એંડોર્સમેન્ટ પર ઓછી વાત કરે છે.

Related posts

જીવલેણ – વાયરસ સદીઓથી માનવજાતિને સતાવતો રહેલો રાક્ષસ

aapnugujarat

चमकी,बिहार,न्यायालय और सरकार

aapnugujarat

મલાલા : સામાન્ય છોકરી,અસામાન્ય વ્યક્તિત્વ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1