Aapnu Gujarat
બ્લોગ

જીવલેણ – વાયરસ સદીઓથી માનવજાતિને સતાવતો રહેલો રાક્ષસ

કેરળમાં નિપાહ વાયરસને કારણે અમુક લોકોનાં મોત થયાની પુષ્ટિ થઈ છે. કોઝિકોડ શહેરમાં આ વાયરલ ખૂબ જ તીવ્ર ગતિથી ફેલાઈ રહ્યો છે. આ વાયરસને કારણે ૧૦થી વધારે લોકોનાં મોત થયા છે. આ અંગે હરકતમાં આવેલી કેરળ સરકારે કેન્દ્ર સરકાર પાસેથી મદદ માંગી છે.નિપાહ મનુષ્યો અને પશુઓમાં ફેલાતું એક ખૂબ ગંભીર પ્રકારનું ઇન્ફેક્શન (વાયરસ) છે. આને નિપાહ એન્સેફલાઇટિસ પણ કહેવામાં આવે છે. આ વાયરસ હેન્ડ્રા વાયરસ સાથે સંબંધ ધરાવે છે. આ વાયરસ ફળોના માધ્યમથી લોકોમાં ફેલાય છે. પ્રાથમિક તપાસ રિપોર્ટમાં જાણવા મળેલી માહિતી પ્રમાણે ખજૂરની ખેતી કરતા લોકોમાં આ વાયરસ ફેલાવાનું સૌથી વધારે જોખમ રહેલું છે. ૨૦૦૪માં બાંગ્લાદેશમાં આ વાયરસે હાહાકાર મચાવ્યો હતો. બાંગ્લાદેશમાં પહેલા આ વાયરસ પાળતુ ભૂંડોના માધ્યમથી ફેલાયો હતો. બાદમાં આ વાયરસના લક્ષણો પાળતુ પશુઓ જેવા કે કૂતરાં, બિલાડી, બકરી, ઘોડા અને ઘેટાઓમાં પણ જોવા મળ્યા હતા.
વિશ્વ આરોગ્ય સંગઠનના જણાવ્યા પ્રમાણે, નિપાહ વાયરસ ચામાચીડિયા મારફતે ફળો, અને ફળોના માધ્યમથી મનુષ્યો અને પ્રાણીઓમાં ફેલાય છે. ૧૯૯૮માં મલેશિયાના કાંપુંગ સુંગઈ નિપાહમાં સૌપ્રથમ વખત આ વાયરસ જોવા મળ્યો હતો. આ જ કારણ છે કે તેનું નામ નિપાહ છે.જો કઈ વ્યક્તિને નિપાહ વાયરસની ઝપેટમાં આવે છે તો તેને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. સખત માથાનો દુઃખાવો રહે છે. તાવ આવવો, ચક્કર આવવા માથું દુઃખવું આ રોગના પ્રારંભિક લક્ષણો છે. જો યોગ્ય સમયે સારવાર ન મળે તો વ્યક્તિનું મોત પણ થઈ શકે છે. મનુષ્યોમાં આ વાયરસ એન્સેફલાઇટિસ સાથે જોડાયેલો હોય છે, આ કારણે દિમાગ પર સોજો આવી જાય છે. ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે આ વાયરસની ઝપેટમાં આવનાર વ્યક્તિ ૨૪-૨૮ કલાકમાં કોમામાં પણ સરકી શકે છે.અત્યાર સુધી આ વાયરસ સાથે જોડાયેલી કોઈ રસીની શોધ થઈ નથી. આ વાયરસથી બચવા માટે ફળો, ખાસ કરીને ખજૂર ખાવાથી દૂર રહેવું જોઈએ. ઝાડ પરથી નીચે પડેલા ફળો તો બિલકુલ ન ખાવા જોઈએ. આ વાયરસ એક મનુષ્યમાંથી બીજા મનુષ્યમાં પ્રવેશ કરે છે આથી આનો ફેલાતો રોકવા માટે વાયરસથી સંક્રમિત રોગીથી દૂર રહેવું હિતાવહ છે. આ વાયરસની ઝપેટમાં આવેલા પશુઓ અને ખાસ કરીને ભૂંડોથી દૂર રહેવું.આ શિયાળામાં ઇન્ફ્લુએન્ઝા એટલે કે ફ્લ્યુ રોગની મોટી અસર અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયામાં જોવા મળી હતી. હવાઈ મુસાફરી એકદમ આસાન થઈ જવાથી વિવિધ વાઇરસ અને રોગ પેદા કરનારા રોગાણુઓ (પેથોજેન્ટસ)ને પણ વિવિધ રાષ્ટ્રોની સીમા ઓળંગીને વૈશ્વિક સ્તરે તરખાટ મચાવવા માટેનું ખુલ્લું મેદાન મળ્યું છે. ૧૯૧૮માં ’સ્પેનિશ ફ્લ્યુ’ નામે ઓળખાતા રોગાના કારણે વૈશ્વિક લેવલે ’મહામારી’ ફેલાઈ હતી. જેમાં અંદાજે ૫ કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા. પ્રથમ વિશ્વયુદ્ધમાં મૃત્યુ પામનાર લોકો કરતા આ સંખ્યા ત્રણ ગણી વધારે છે.૨૦૧૮માં સ્પેનિશ ફ્લ્યુના આતંકી ૧૦૦મી વર્ષગાંઠ છે. છેલ્લા બે- ચાર દાયકામાં આપણે ચિકનગુનિયા, મંકી પોક્ષ, નોન-પોલિયો વાયરસ, લેપ્ટોસોરાયસીસ, ડેન્ગ્યુ, યલો ફિવર અને એઇડ્‌સ જેવી પેથોજન આધારિત રોગચાળાની અસરો જોઈ ચૂક્યા છીએ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા તાજેતરમાં દસ ’ડેડલી’ એટલે કે પ્રાણઘાતક રોગાણુઓનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં એક અજાણી નવી બીમારી ’ડીસીઝ એક્સ’નો સમાવેશ પણ થઈ રહ્યો છે.
તાજેતરમાં નિષ્ણાતોએ ’દસ’ પ્રાણઘાતક જીવલેણ વાયરસ માટે ગંભીર ચેતવણી ઉચ્ચારી છે. આવનારા સમયમાં મનુષ્ય આતંકવાદ કરતા આ બાયોલોજીકલ આતંકવાદમાં ’વાયરસ’ દ્વારા વધારે મનુષ્ય મરી શકે છે તેવો અંદાજ મૂકવામાં આવ્યો છે. ઇબોલા અને ઝીકા વાયરસનો નવો ત્રાસ પણ મનુષ્ય પ્રગતિ સહન કરી ચૂકી છે.
આખા સમયે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આપેલી ચેતવણી વિશ્વની દરેક હેલ્થ મોનિટરિંગ સંસ્થાએ ધ્યાનમાં લેવા જેવી છે જેમાં એક અજાણ્યા વાયરસ- એક્સ દ્વારા ડિસીઝ એક્સ પેદા થવાની સંભાવના પણ જોવા મળી રહી છે. હુ એ આપેલા વાયરસ લીસ્ટ સામે જીવવિજ્ઞાાનીઓને વધારે ઊંડુ સંશોધન કરવાની તાકીદ કરવામાં આવી છે. શક્ય છે કે પ્રવર્તમાન વાયરસમાંથી જીનેટિક મ્યુટેશન દ્વારા તેવો વધારે ખતરકનાક જીવલેણ વાયરસ એક્સ પેદા થવાની શક્યતા રહેલી છે.ફેબુ્રઆરી મહિનાની શરુઆતમાં ગ્રે ટેક્રોસ એધોનોમ દ્વારા નવા વાયરસ સંબંધી ચેતવણી આપવામાં આવી છે. તેઓ કહે છે કે લીસ્ટ કોઈ રેન્ક કે પ્રાયોરિટી દર્શાવતું નથી. લીસ્ટ અલ્ફાબેટ પ્રમાણે પણ નથી. સજગતા ખાતર જીવેલણ વાયરસ સામે સાવધ બનવા લીસ્ટ જાહેર થયું છે. લીસ્ટમાં નીચેના વાયરસનો સમાવેશ થાય છે.(૧) ક્રીમીઅન કોંગો હેમરેજીવ ફિવર, (૨) ઇબોલા, (૩) માટબર્ગ વાઇરસ, (૪) લાસા ફિવર, (૫) મિડલ ઇસ્ટ રેસ્પીરેટરી સિન્ડ્રોમ, (૬) સાર્સ, (૭) નિપાહ એન્ડ હેનીપા વાયરલ ડીસીઝ, (૮) રિફ્ટવેલી ફિવર, (૯) ઝીકા વાયરસ, (૧૦) વાયરસ એક્સ ડિસીઝ એક્સ.તાજેતરમાં યુગાન્ડા ફરીવાર ક્રીમીઅન કોંગો હેમરેજીક ફિવર દેખા દીધી છે. માર્ગબર્ગ વાયરસને નિષ્ણાતો વધારે ખતરનાક માની રહ્યા છે. જેણે નવેમ્બર મહિનામાં આફ્રિકાના દેશોમાં ફરીવાર દેખાયો હતો. લાસા, સાર્સ, વગેરેની અસરો છેલ્લા એક દાયકામાં પણ જોવા મળી છે.વાયરસના હુ લીસ્ટ ઉપરાંત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને તેના બીજા સેકન્ડરી લીસ્ટમાં ટી.બી., મેલેરિયા, સ્મોલ પોક્સ, કોલેરા, વેસ્ટનાઇલ વાયરસ, વગેરેનો સમાવેશ કર્યો છે. કેટલાક લોકો માને છે કે રસી બનાવનારી કંપની જ વાયરસ વહેતા મૂકે છે જેથી તેમની રસીનું વેચાણ વધે.વાયરસ શબ્દ પડે એટલે સામાન્ય મનુષ્યને બે પ્રકારનાં વાયરસ યાદ આવે. એક વાયરસ એટલે મનુષ્ય માટે આપત્તિજનક રોગ પેદા કરનાર જૈવિક એજન્ટ અને બીજો વાયરસ એટલે કોમ્પ્યુટર મોબાઇલ ઈન્ટરનેટ વગેરેેને ઠપ્પ કરનાર ખતરનાક ઈરાદા ધરાવતો મલીન સોફટવેર એટલે એક પ્રકારનો વાયરસ. આપણે વાત કરવાની છે રોગ પેદા કરનાર વાયરસની. આ વાયરસ નિર્જીવ માહોલમાં નિર્જીવ બની પડયો રહે છે. જ્યારે કોઇ ઉપયોગી જૈવિક ઘટક મળે ત્યારે તે સજીવ બની જાય છે. એટલે વાયરસને સજીવ નિર્જીવ પ્રકૃતિનો સમન્વય કહી શકાય.૧૮૯૨માં રશિયન વૈજ્ઞાનિક બેકટેરીયા સિવાયનો નવો પેથોજેન શોધી કાઢ્યો જે રોગ પેદા કરતો હતો. જો કે રોગ તમાકુનાં છોડમાં જોવા મળ્યો હતો. આ પેથોજેનનું નામકરણ થયું ન હતું. ૧૮૯૮માં તમાકુના રોગ માટે જવાબ પેથોજેનને વાયરસ નામ મળ્યું અને તમાકુનાં છોડને રોગ આપનાર વાયરસ ટોબેકો મોઝેક વાયરસ તરીકે ઓળખાય છે. વાયરસ સામાન્ય રીતે એક સ્વતંત્ર કણ તરીકે અસ્તિત્વ ધરાવે છે. જે વિટીઓન્સ તરીકે ઓળખાય છે.બેકટેરીયા કરતાં વાયરસ સો ગણા નાના હોય છે. જ્યારે બેકટેરીયા મનુષ્યનાં કોષો કરતાં દસ ગણા નાનાં હોય છે. મનુષ્ય કોષોનું કદ, મનુષ્યનાં માથામાં વાળ કરતાં દસ ગણુ નાનું હોય છે. વાયરસ સજીવ છે પરંતુ તેને જીવંત રહેવા માટે મનુષ્ય, પ્રાણી કે વનસ્પતિ કોષોની જરૃર પડે છે.વાયરસ માત્ર મનુષ્ય, પ્રાણી કે વનસ્પતિને જ ચેપ લગાડતા નથી. રોગ માટે જવાબદાર બેકટેરીયાનાં શરીરમાં પણ વાયરસ ઘુસીને પોતાનો વસ્તી વધારો કરી શકે છે. વાયરસનું શરીર ત્રણ ભાગનું બનેલું હોય છે. ન્યુક્લીક એસીડ એટલે ડીએનએ અથવા આરએનએ ધરાવતાં કોડ. જેનાં જવાબમાં વાયરસ ચોક્કસ પ્રતિક્રિયા બતાવે છે. ન્યુક્લીક એસીડને ફરતું એક રક્ષાત્મક કવચ હોય છે જે પાછું પ્રોટીનનું બનેલું હોય છે.જેને કેપસીડ કે પ્રોટીન કોટ તરીકે ઓળખવામાં આવે છે. કેપસીડને વધારાનું રક્ષણ પૂરૃં પાડવા માટે એક વધારાનું આવરણ પણ કેટલીક વાર જોવા મળે છે. જેને એન્વેલોપ કે લીપીડ મેમ્બ્રેન તરીકે ઓળખવામાં આવે છે. ઘણા વાયરસને લીપીડ મેમ્બ્રેન હોતું નથી એટલે તેઓ નેકેડ / નગ્ન વાયરસ તરીકે પણ ઓળખાય છે.
વાયરસ કઇ રીતે કામ કરે છે ? એ જાણવું રસપ્રદ બની રહેશે. વાયરસ સીધા જ કોષમાં પ્રવેશતા નથી. કોષની સપાટી પર વિવિધ પ્રકારનાં રિસેપ્ટર આવેલાં હોય છે. આ રિસેપ્ટર વાયરસ માટે પ્રવેશદ્વારનું કામ કરે છે. વાયરસ સૌ પ્રથમ આવા રિસેપ્ટર વાયરસ સાથે ચીપકી જાય છે. ચિપકવા માટે વાયરસની સપાટી પર પણ ખાસ પ્રકારનાં રિસેપ્ટર હોય છે. સપાટી પરનાં રિસેપ્ટર પ્રમાણે વાયરસ પોતાનો પ્રેફરન્સ નક્કી કરે છે. જેમ કે ફ્લ્યુ કે શરદીનો વાયરસ માત્ર ફેફસા કે શ્વાસનળીની લાઇનીંગ વાળા કોષો સાથે ચીપકીને પ્રવેશવાનું પસંદ કરે છે.એચઆઇવી એટલે કે એઇડ્‌સ રોગનાં વાયરસ મનુષ્ય રક્તમાં રહેલાં ટી- સેલ નામનાં શ્વેતકણોને પોતાનો શિકાર બનાવે છે. વાયરસનાં જીવનની ઘટનાને તબક્કાવાર જોઇએ તો, વાયરસ જ્યારે સજીવ કોષોને ચીપકે તેને ’’એડસોપ્સન’’ પ્રક્રીયા કહે છે. ત્યારબાદ કોષોમાં ડીએનએ અથવા આરએનએ દાખલ કરે છે. જેને યજમાન સેલમાં વિધીવત પ્રવેશ ગણવામાં આવે છે. યજમાન કોષો ડીએનએ અથવા આરએનએ સક્રીય બનીને યજમાન કોષોનાં ઉત્ષેચકો / એન્ઝાઇમ્સને સક્રીય કરે છે. આ એન્જાઇમ્સ કાર્યરત બનીને ઓરીજીનલ વાયરસ જેવો નવો વાયરસ પાર્ટીકલ બનાવે છે. આ પ્રક્રીયા પ્રતિકૃતી અથવા સિપ્લીકેશન તરીકે ઓળખાય છે.નવા વાયરસ પેદા કરવાની પ્રક્રિયા એસેમ્બ્લી તરીકે પણ ઓળખાય છે. હવે એક જ કોષોમાં એકઠા થયેલા સેંકડો વાયરસ કોષમાંથી મુક્ત થવા યજમાન કોષનો વિનાશ કરી નાખે છે. યજમાન કોષ નિષ્પ્રાય થઇ જાય છે. કોષને વાયરસ દ્વારા મારી નાખવાની ઘટનાને ’હીલીઝ’ તરીકે ઓળખવામાં આવે છે. મુક્ત થયેલા વાયરસ ફરી પોતાના માટે એક-એક નવો કોષ શોધી કાઢે છે. આમ ચેઇન રિએકશન ચાલતું જ રહે છે.વાયરસને લગતાં પ્રાચીન રેફરન્સ જોઇએ તો, હોમરે ’’જેવીક ડોગ્સ’’નો ઉલ્લેખ કર્યો હતો. મેસોપોટેમીઆમાં હડકવા પેદા કરનાર જૈવિક યાક એક પ્રકારનો વાયરસ જ હતો. પ્રચાન ઈજીપ્તમાં પોલીઓ જોવા મળ્યો હતો. જેના માટે પણ વાયરસ જ જવાબદાર છે. શિતળાના રોગને નાબુદ કરવામાં આવ્યો છે પરંતુ ભૂતકાળમાં શિતળાનાં રોગ માટે પણ વાયરસ જ કામ કરતો હતો. એડવર્ક ડેમરે વાયરસનો ખાસ અભ્યાસ શરૃ કર્યો હતો. આજે વાયરસનું એક અનોખુ વિજ્ઞાન છે જેને ’’વિરોલોજી’’ / વાયરોલોજી કહે છે.
કોચ અને હેન્બે નામનાં સંશોધકોએ માઇક્રોબાયોલોજીની પૂર્વધારણાઓ આપી હતી. જે આજે પણ સર્વસ્વીકૃત છે. રોગ પેદા કરવા માટે કોઇ ચોક્કસ કારક હોય છે. જેને પેથોજે તરીકે ઓળખવામાં આવે છે. રોગવાળા કોષોમાંથી આવા પેથોજેન એટલે કે વાયરસ, બેકટેરીયા, ફુગ કે પ્રીઓટી જેવો સૂક્ષ્મ રોગાણુ અલગ તારવી શકાય છે અને પ્રયોગશાળામાં તેને વિશિષ્ટ ’’કલ્ચર’’ દ્વારા ઉછેરી શકાય છે. આવા પેથોજેનને જો ફરીવાર કોષોમાં દાખલ કરવામાં આવે તો રોગાણુ કોષોમાં ફરીવાર રોગ પેદા કરવો જોઇએ. સાથે સાથે અન્ય સેકન્ડરી કોષોને પણ ચેપ લગાડતો રહેતો હોવો જોઇએ.૧૮૮૧-૧૮૮૫ વચ્ચે લુઇ પાશ્ચરે પ્રાણીઓને રોલ મોડેલ બનાવી વાયરસનો અભ્યાસ શરૃ કર્યો હતો. વાયરસનો ખાત્મો બોલાવે તેવી રસી પણ તેમણે જ શોધી કાઢી હતી. સસલાનાં બ્રેઇન કોષોમાં હડકવાનાં વાયરસનો તેમણે ઉછેર કર્યો હતો. જે માટે તેમણે રસી પણ શોધી. જો કે હડકવા પેદા કરનાર વાયરસ વિશે તેમણે વધારે જીજ્ઞાાસા દોડાવી ન હતી.૧૮૮૬થી ૧૯૦૩નાં સમયગાળાને વાયરસને ’ડિસ્કવરી’ પીરીયડ ગણી શકાય. આ સમયગાળામાં વાયરસની શોધ થઇ હતી. ૧૮૯૮માં ઈવાનોવસ્કીએ નવીન પ્રકારનાં બેકટેરીયા જેવું બંધારણ જોયું. ત્યારબાદ બેઇજરીન્ક નામનાં સંશોધકે જાહેર કર્યું કે ’’વાયરસ’’ પરોપજીવી છે.અન્ય કોષોનાં આધાર વગર તેઓ જીવંત રહી શકતા નથી. બેકટેરીયા કરતાં પણ સુક્ષ્મ જીવાણુને ગાળવા માટે ખાસ પ્રકારનું ફિલ્ટર ફ્રેન્ચ વૈજ્ઞાાનિક ચેમ્બરલીને શોધી કાઢ્યું હતુ. આ ગળણીમાં ઉપરનાં ભાગમાં બેકટેરીયા રહી જતા છતાં કારણ કે તે કદમાં મોટા હતાં. જ્યારે તેનાથી નાના જીવાણુ જેવો ’વાયરસ’ ફિલ્ટરમાંથી પસાર થઇ જતાં હતાં.શરૃઆતમાં વાયરસ ’’ફિલ્ટરેબલ’’ એજન્ટ તરીકે ઓળખાયા હતાં. ૧૯૦૦ની સાલમાં આવા ફિલ્ટરેબલ એજન્ટમાંથી યલો ફિવરના વાયરસને અલગ કરવાનો વોલ્ટર રિડને સફળતા મળી. ૧૯૩૦નાં ગાળામાં ફિલ્ટરમાં ઉપર રાખી શકે તેવું ખાસ મેમ્બ્રેન એટલે કે ગળણી એલ્ફોર્ડે વિકસાવી હતી. ત્યારે જોવા મળ્યુ કે વાયરસનું કદ એક નેનો મિટર જેવું હતું.

Related posts

ગુજરાતમાં ૧૯૬૨થી ૨૦૧૪ સુધીની લોકસભા ચૂંટણીમાં ઉપસેલી રાજકીય તાસિરની તસવીર

aapnugujarat

શ્રમિકોની રાહતમાં વધારો કરવામાં આવે

editor

कश्मीर से पाक को बड़ा नुकसान

editor

Leave a Comment

UA-96247877-1