Aapnu Gujarat
બ્લોગ

ગુજરાતમાં ૧૯૬૨થી ૨૦૧૪ સુધીની લોકસભા ચૂંટણીમાં ઉપસેલી રાજકીય તાસિરની તસવીર

ભારતના પશ્ચિમ ક્ષેત્રમાં આવેલું ગુજરાત ૧૯૬૦માં રચાયેલું દેશનું મહત્વપૂર્ણ રાજ્ય છે. ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદો ગુજરાતને સ્પર્શે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય સીમા પાકિસ્તાન સાથે અને જળસીમા અરબી સમુદ્ર સાથે સ્પર્શે છે. ગુજરાતને ૧૬૦૦ કિલોમીટર લાંબો દરિયા કિનારો મળેલો છે. ગુજરાતમાં ૨૬ લોકસભા બેઠકો અને ૧૮૨ વિધાનસભા બેઠકો છે. સોમનાથ, દ્વારકા, પાલિતાણા, પાવાગઢ, અંબાજી, ભદ્રેશ્વર, શામળાજી, તારંગા અને ગિરનાર રાજ્યના મુખ્ય ધાર્મિક સ્થાનોમાં સામેલ છે અને આખા ભારતમાં જાણીતા છે. આખા એશિયામાં સિંહો એકમાત્ર ગીરના અભ્યારણમાં જોવા મળે છે.
૧૯૬૨ની પહેલી લોકસભા ચૂંટણીથી ગુજરાતમાં ૧૯૮૪ સુધી એકંદરે કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું છે. જો કે ૧૯૬૭માં સ્વતંત્રતા પક્ષે અને ૧૯૭૭માં બીએલડી દ્વારા કોંગ્રેસને ટક્કર મળી હતી. ભાજપના પુરોગામી ભારતીય જનસંઘનો ગુજરાતમાં ઠીકઠીક જનાધાર ઉભો થવા લાગ્યો હતો. પરંતુ ભાજપ બન્યા બાદ ૧૯૮૯માં જનતાદળ સાથેના જોડાણે ગુજરાતમાં તેનો રાજકીય પ્રભાવ વધારવાનું શરૂ કર્યું હતું.
રામજન્મભૂમિ આંદોલનના સમયગાળામાં શંકરસિંહ વાઘેલા જેવા કદ્દાવાર નેતાના બળવા છતાં ભાજપ સતત ગુજરાતમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં ૧૯૮૯થી સતત સારો દેખાવ કરતું રહ્યું છે અને ગુજરાતમાં ૨૪ વર્ષમાં થોડાક સમયગાળામાં શંકરસિંહ વાઘેલાની રાજપાની સરકારને બાદ કરતા ગુજરાતમાં સત્તા સ્થાને ભાજપની સરકાર જ જોવા મળી છે. જો કે ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનની અસર તળે ભાજપને ગુજરાતમાં ત્યારે ૧૦૦થી ઓછી બેઠકો પર જીત મળી હતી. આવા સંજોગોમાં ૨૦૧૪માં ૨૬માંથી ૨૬ બેઠકો જીતનારા ભાજપ સામે કોંગ્રેસને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં સારો દેખાવ કરવાની આશા દેખાઈ રહી છે. અમદાવાદમાં સીબડલ્યૂસીની બેઠક પહેલા કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો ભાજપમાં જોડાવાના આંચકા વચ્ચે હાર્દિક પટેલના કોંગ્રેસમાં જોડાવાને કારણે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના નેતાઓને ગુજરાતમાં ઘણી મોટી તકો દેખાઈ રહી છે. ઓક્ટોબર- ૨૦૦૧થી મે- ૨૦૧૪ સુધી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન રહ્યા હતા. જો કે આ સમયગાળામાં ૨૦૦૪ અને ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસ આશ્ચર્યજનક રીતે હિંદુત્વની રાજનીતિના ગઢ ગણાતા ગુજરાતમાં બેઠી થતી દેખાઈ હતી. અહીં એક વાત પણ ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોંગ્રેસની સાથે નિશ્ચિત પ્રમાણમાં વોટરો કોંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા છે.૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને ૨૬માંથી ૨૬ બેઠકો અને ૬૦.૧ ટકા વોટ પ્રાપ્ત થયા હતા. તો ૨૦૧૪માં કોંગ્રેસને ૩૩.૩ ટકા વોટ મળવા છતાં એકપણ બેઠક નસીબ થઈ નહીં અને અન્યને ૬.૬ ટકા વોટ સાથે ખાતું ખોલાવવામાં સફળતા મળી નહીં. ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર હતા અને ગુજરાતમાં મોદી લહેરમાં કોંગ્રેસનો કારમો રકાસ થયો હતો.૨૦૦૯ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપને ૧૫ બેઠકો અને ૪૬.૫ ટકા વોટ, કોંગ્રેસને ૧૧ બેઠકો અને ૪૩.૪ ટકા વોટ અને અન્યને ૧૦.૧ ટકા વોટ પ્રાપ્ત થયા હતા.૨૦૦૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને ૧૪ બેઠકો અને ૪૭.૪ ટકા વોટ, કોંગ્રેસને ૧૨ બેઠકો અને ૪૩.૯ ટકા વોટ અને અન્યને ૮.૭ ટકા વોટ પ્રાપ્ત થયા હતા.૧૯૯૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને ૫૨.૫ ટકા વોટ સાથે ૨૦ બેઠકો, કોંગ્રેસને ૪૫.૪ ટકા વોટ સાથે માત્ર છ બેઠકો અને અન્યને માત્ર ૨.૧ ટકા વોટ મળ્યા હતા.૧૯૯૮ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને ૪૮.૩ ટકા વોટ સાથે ૧૯ બેઠકો, કોંગ્રેસના ૩૬.૫ ટકા વોટ સાથે માત્ર સાત બેઠકો અને અન્યને ૧૫.૨ ટકા વોટ પ્રાપ્ત થયા હતા.૧૯૯૬ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને ૪૮.૫ ટકા વોટ સાથે ૧૬ બેઠકો, કોંગ્રેસને ૩૮.૭ ટકા વોટ સાથે ૧૦ બેઠકો અને અન્યને ૧૨.૮ ટકા મત મળ્યા હતા.
૧૯૯૧ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને ૫૦.૪ ટકા વોટ સાથે ૨૦ બેઠકો, કોંગ્રેસને ૨૯ ટકા વોટ સાથે માત્ર પાંચ બેઠકો અને જનતાદળ-ગુજરાતને ૧૩.૧ ટકા વોટ સાથે એક બેઠક પ્રાપ્ત થઈ હતી.૧૯૮૯ની લોકસભા ચૂંટણીમાં જનતાદળ સાથેના ગઠબંધનના સાથી એવા ભાજપને ૧૬.૬ ટકા વોટ અને ૧૨ બેઠકો તથા જનતાદળને ૨૭.૮ ટકા વોટ સાથે ૧૧ બેઠકો પ્રાપ્ત થઈ હતી. જો કે કોંગ્રેસ ૩૭.૨ ટકા વોટ મેળવવા છતાં ૧૯૮૪ની ૨૪ બેઠકો પરથી સીધી માત્ર ત્રણ બેઠકો પર આવી ગઈ હતી.૧૯૮૪માં ભાજપને ૧૬.૬ ટકા વોટ અને માત્ર એક જ બેઠક પ્રાપ્ત થઈ હતી, જ્યારે કોંગ્રેસને ૫૩.૨ ટકા વોટ સાથે ૨૪ બેઠકો અને જનતા પાર્ટીને ૧૬.૬ ટકા વોટ સાથે એક જ બેઠક પ્રાપ્ત થઈ હતી.
૧૯૮૦ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ૫૪.૮ ટકા વોટ સાથે ૨૫ બેઠકો, જનતા પાર્ટીને ૩૬.૯ ટકા સાથે એક જ બેઠક પ્રાપ્ત થઈ હતી.જ્યારે ૧૯૭૭ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ૪૬.૯ ટકા વોટ સાથે ૧૦ બેઠકો અને બીએલડીને ૪૯.૫ ટકા વોટ સાથે ૧૬ બેઠકો પર જીત મળી હતી.૧૯૭૧ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ૪૪.૯ ટકા વોટ સાથે ૧૧ બેઠકો, કોંગ્રેસ-ઓર્ગેનાઈઝેશનને ૩૯.૭ ટકા વોટ સાથે ૧૧ બેઠકો અને સ્વતંત્રતા પક્ષને ૫.૫ ટકા વોટ સાથે બે બેઠકો પ્રાપ્ત થઈ હતી. જ્યારે ૨.૨ ટકા વોટ મળવા છતાં ભારતીય જનસંઘને એકપણ બેઠક મળી ન હતી.૧૯૬૭ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ૪૬.૯ ટકા વોટ અને ૧૧ બેઠકો અને સ્વતંત્રતા પક્ષને ૩૯.૯ ટકા વોટ સાથે ૧૨ બેઠકો અને અપક્ષને ૯.૫ ટકા વોટ અને એક બેઠક મળી હતી.ગુજરાતની રચના બાદ યોજાયેલી ૧૯૬૨ની પ્રથમ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને ૫૨.૬ ટકા વોટ સાથે ૧૬ બેઠકો, સ્વતંત્રતા પક્ષને ૨૫ ટકા વોટ સાથે ચાર બેઠકો અને પ્રજા સોશયાલિસ્ટ પાર્ટીને ૭.૧ ટકા વોટ સાથે માત્ર બે બેઠકો પ્રાપ્ત થઈ હતી. ચૂંટણીમાં જ્ઞાતિવાદી સમીકરણોની એક આગવી ભૂમિકા હોય છે. ગુજરાતમાં સામાન્ય શ્રેણીના ૩૦ ટકા, ઓબીસીના ૩૫ ટકા, અનુસૂચિત જાતિના ૧૨ ટકા અને અનુસૂચિત જનજાતિના ૧૩ ટકા વોટર્સ છે. જ્યારે ગુજરાતની કુલ વસ્તીમાં ૧૦ ટકા મુસ્લિમો છે.ગુજરાતમાં બ્રાહ્મણ ૩ ટકા, જૈન ૨ ટકા, લેઉવા પટેલ ૯ ટકા અને કડવા પટેલ ૬ ટકા, અન્ય સવર્ણ જ્ઞાતિઓનું પ્રમાણ નવ ટકા છે. આ વર્ગના મોટાભાગના મતદાતાઓ અત્યાર સુધી એકંદરે ભાજપના ટેકેદાર રહ્યા છે. ઠાકોર ૮ ટકા, કોળી ૮ ટકા, રાજપૂત ૭ ટકા, અન્ય ઓબીસી ૧૨ ટકા, એસસી ૧૨ ટકા, અને આદિવાસી ૧૩ ટકા તથા મુસ્લિમ ૧૦ ટકા છે.લેઉવા પટેલ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં રાજકીય વર્ચસ્વ ધરાવે છે. કડવા પટેલ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અસરકારક ચૂંટણી સમીકરણોમાં મહત્વની ભૂમિકા ભજવે ચે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ઠાકોર સમુદાયનો રાજકીય પ્રભાવ ઘણો મોટો છે.
જ્યારે આદિવાસી મતદાતાઓ ગુજરાતની પૂર્વ પટ્ટીમાં પ્રભુત્વ ધરાવે છે. કોળી અને દરબારોનું સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વર્ચસ્વ છે. જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની બેઠકો પર મુસ્લિમ મતદાતાઓ નિર્ણાયક પ્રભાવ મત સમીકરણો દ્વારા ઉભો કરી શકે તેમ છે.

Related posts

સદનમાં સામાન્ય લોકોના પ્રશ્નોની ચર્ચા ક્યારે થશે..??

aapnugujarat

RBI जी, ये 7 करोड की पैन्लटी कीसको भूगतनी चाहिये, बैंक या दोषित अफसरो को..?

aapnugujarat

તમારી પીએચડીની ડીગ્રીનો ઉપયોગ કરીને જીવો ! 

aapnugujarat

Leave a Comment

UA-96247877-1