Aapnu Gujarat
બ્લોગ

તમારી પીએચડીની ડીગ્રીનો ઉપયોગ કરીને જીવો ! 

સાંજના સમયે માજી ખુરસીમાં બેઠા બેઠા ગીતા પાઠ વાંચી રહ્યા હતા !
બેડ રૂમમાંથી પુત્ર પુત્રવધુ સાથે સરસ તૈયાર થઈને બહાર આવ્યા !
પુત્ર વધુ બોલી ” બા,ફ્રીજમાં ભાત પડ્યો છે,તે વઘારીને જમી લેજો,અમે પાર્ટીમાં જઈએ છીએ રાત્રે મોડા આવીશું ! “
માજી બોલ્યા ” શાંતિથી જાવ,મારી ચિંતા કરશો નહિ,હું દૂધ ભાત પણ ખાઈ લઈશ !”
બંને પાર્ટીમાં જવા નીકળી ગયા !
અર્ધો કલાક ગાડી ચલાવીને પાર્ટી હોલ પર પહોચવાની તૈયારી હતી ત્યાં પુત્રએ યુ ટર્ન મારી ગાડી ઘર તરફ ભગાવી,
સમજુ પત્ત્ની સમજી ગઈ !
બંનેએ મનોમન ઘરે પહોચીને માજીના પગ પકડી માફી માંગી લેવાનું નક્કી કર્યું !
લિફટમાં દસમે માળે પહોચ્યા તો ઘરમાં મોટા અવાજે કોઈ ફિલ્મી ગીત વાગી રહ્યું હતું !
બેલ મારી તો માજીનો આવાજ સંભળાયો “
કાન્તા,દરવાજો ખોલ પીઝાવાળો ઝટ આવી ગયો લાગે છે ! “
દરવાજો ખુલ્યો તો ૯માં માળ પર રહેતા કાન્તાકાકીને ઉભેલા જોઇને પતિ પત્ત્ની આશ્ચર્ય પામી ગયા,ઘરમાં ગયા તો ફલેટના સાત આઠ માજી અને બે ચાર ડોસા હાથમાં કોકો- કોલાના ગ્લાસ સાથે,મ્યુઝીક સીસ્ટમ પર વાગતા ” પાણી પાણી —– ” ગીત સાથે ઝૂમી રહ્યા હતા !
પુત્ર પુત્ર- વધુને જોઇને માજી થોડીક ક્ષણ અવાક થઇ ગયા,પણ સ્થિરતા જાળવી બોલ્યા ” બેટા શું થયું પાર્ટી કેન્સલ થઇ,
વાંધો નહિ,
ચાલો હું ફોન કરી એક વધુ પીઝા મંગાવી દઉં છું !”
આ નવી વાર્તા પરથી યુવાનો એટલું સમજી લે કે ઘરડા માતા પિતાને લાચાર સમજવાની ભૂલ કદાપી કરશો નહિ,
તમે આજે જે જીવનના પાઠ ભણી રહ્યા છો,તેમાં તમારા જન્મ દાતા PHD થયેલા છે !
સીનીયર લોકો તમે સંતાનોના આશ્રિત બનીને જીવશો નહિ,
તમારી પીએચડીની ડીગ્રીનો ઉપયોગ કરીને જીવો !

Related posts

શાંતિથી વાંચીને સમજવા જેવો મેસેજ

aapnugujarat

અનંત કુમારનું ભાજપ માટેનું યોગદાન અમુલ્ય

aapnugujarat

HAPPY MORNING

aapnugujarat

Leave a Comment

UA-96247877-1