Aapnu Gujarat
બ્લોગ

સદનમાં સામાન્ય લોકોના પ્રશ્નોની ચર્ચા ક્યારે થશે..??

સંસદનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. દેશના અનેક રાજ્યોમાં પાણીના પૂર ઉમટયા હોવાનું જણાય છે. મોંઘવારીને કારણે સામાન્ય માનવીની મુશ્કેલીઓ ઓછી થતી નથી. એટલું જ નહિ ટોળાઓ દ્વારા ગૌરક્ષાનાં નામ પર તો ક્યારેક બાળક ચોરીને નામે લોકોની હત્યાઓ થઇ રહી છે. સુપ્રીમ કોર્ટે આવી ટોળાશાહીને નાથવા આકરા પગલા લેવાની સલાહ આપી ત્યારપછી અલવરમાં એકની હત્યા કરી દેવાઈ. લોકોની મુશ્કેલીઓ કેવી રીતે ઓછી થાય તેની ચર્ચા સંસદમાં થવી જોઈએ. પરંતુ શું થઇ રહ્યું છે..?? વિરોધ પક્ષ અને સત્તાધારી પક્ષ એકબીજા પર સદનને ગુમરાહ કરવાના એકબીજાનાં આરોપોને લઈને આમને સામને વિશેષાધિકાર નોટીસ આપી રહ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલે કહ્યું કે રાફેલ વિમાનની હિમતને લઈને રક્ષામંત્રી અને વડાપ્રધાને સંસદમાં સાચું નથી કહ્યું જ્યારે ભાજપાએ સામો આરોપ લગાવ્યો કે રાહુલે ખોટી જાણકારી આપી છે. અને વડાપ્રધાન તથા સદનનું અપમાન કર્યું છે. સદનમાં આરોપ અને પ્રતિ આરોપ કોઈ નવી વાત નથી. આ સદનમાં જ નોટોનાં પડીકા લવાયા હતા અને નોટો ઉછાળવામાં આવી હતી પરંતુ કોઈને પણ સજા કરવામાં ન આવી.
રાહુલ ગાંધી રાફેલ વિમાનને લઈને ચૂંટણી જંગના મેદાનમાં આ પહેલા કેટલીય વાર આરોપો લગાવી ચુક્યા છે. જવાબમાં રક્ષામંત્રી અને નાણામંત્રી એ પણ તેના જવાબ આપે. એ જ વાતો ફરી સદનમાં દોહરાવવામાં આવી. આગાર નજર કરીએ તો રાફેલ વિમાનની કીમત બતાવવામાં સરકારને કોઈ વાંધો ન હોવો જોઈએ. સરકાર ચાહે ભાજપની હોય કે કોંગ્રેસની તેની જેટલી વાતો છુપાવવાની કોશિશ કરશે તેટલી જ શંકાઓ વધતી જશે. લડાકું રાફેલ વિમાનની કીમત બતાવવાથી દેશને શું નુકશાન થાય છે એ તો મોદી સરકાર જ જાણે. સરકાર નહિ બતાવે તો ફ્રાંસની વર્તમાન સરકારના વિરોધીઓ કિમતો બતાવશે. એક વિમાનની કિમતને લઈને સદનમાં આરોપ-પ્રતિ આરોપથી સામાન્ય નાગરીકને શું લેવાદેવા..?? તેણે તો પેટ્રોલ-ડીઝલની કીમત ત્યારે ઓછી થશે તેની ચિંતા છે. તેને તો શાકભાજીના ભાવો રેલવેના ટીકીટનાં દરો ક્યારે ઓછા થશે તેની ચિંતા થતી હોય છે.
સદન અને સંસદ લોકશાહી અને લોકતંત્ર આમ આદમી માટે કોઈ મંદિરથી ઓછું નથી. જ્યારે તેને કોઈ આશા નથી રહેતી ત્યારે તે સંસદ તરફ જુએ છે અને ત્યાં પણ આવી જ રીતે આરોપ અને પ્રતિ આરોપ એકબીજાને નીચું દેખાડવાના પ્રયાસો ક્યારેક ગળે મળવું, ક્યારેક એવી ચેષ્ટા કરવી જે સદનની ગરિમા માટે ઠીક નથી. જેમ કે એકે આંખ મારી પણ આ વાતને લઈને સદનના નેતા દ્વારા તેના પર ટીકા અને આંગળીઓને ઘુમાવવી એ પણ ગરિમામાય નથી. તેને ટાળી શકાતું હોત અને આ વાતને લઈને બંને બરાબર છે પણ એક મહત્વની વાતને સદનમાં લોકોના પ્રશ્નો મુશ્કેલીઓની ખરેખર ક્યારે ચર્ચા થશે..??(જી.એન.એસ)

Related posts

ભાજપમાં અમિત શાહ નંબર-૨

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

ઉદ્યોગો વાતાવરણ બગાડે એનો વાંધો નહી પણ નાના માણસો ફટાકડા ફોડે એ નહિ ચાલે…!!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1