Aapnu Gujarat
મનોરંજન

સુશાંત અને કૃતિએ રિલેશનશિપમાંથી બ્રેક લીધો..?!!

સુશાંત સિંઘ રાજપૂત અને કૃતિ સેનને તેમની રિલેશનશિપમાંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે સુશાંત અત્યારે જમશેદપુરમાં ‘કિડ્‌ઝી ઔર મેન્ની’ના શૂટિંગમાં બિઝી છે જ્યારે કૃતિ લંડનમાં ‘હાઉસફુલ ૪’ માટે શૂટિંગ કરી રહી છે. વાસ્તવમાં રિલેશનશિપમાંથી બ્રેક લેવાના તેમના નિર્ણય પાછળનું કારણ તેઓ એકબીજાથી અત્યારે દૂર હોવાનું નથી. એક રિપોર્ટ અનુસાર સુશાંત અત્યારે તેના કામ પર જ પૂરેપૂરું ફોકસ કરવા માગે છે. તે તેની લવ લાઇફના કારણે નહીં પરંતુ તેના એક્ટિંગ પ્રોજેક્ટ્‌સ માટે ન્યૂઝમાં રહેવા માગે છે.
દિનેશ વિજાનની ફિલ્મ ‘રાબ્તા’ના શૂટિંગ દરમિયાન સુશાંત અને કૃતિ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. વાસ્તવમાં તેમની વચ્ચેની નિકટતાના કારણે જ સુશાંત અને તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે વચ્ચેના સંબંધનો અંત આવ્યો હોવાનું જણાવાયું હતું. સુશાંત અને કૃતિએ ક્યારેય તેમના સંબંધોનો સ્વીકાર કર્યો નથી. બલકે, તેઓ બંને તેમના રિલેશનશિપની વાત ફગાવી જ રહ્યા છે. હવે આ લવ સ્ટોરીમાં કેવો ટિ્‌વસ્ટ આવશે?

Related posts

મીટુ મામલે નાના પાટેકરને ક્લીનચીટ વાળી ખબર પર ભડકી તનુશ્રી, કહ્યું-‘માત્ર અફવા’

aapnugujarat

વરુણ-કેટરિનાની ફિલ્મ એપ્રિલમાં ફ્લોર પર જશે

aapnugujarat

ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં શૌષણ મહિલા સુધી મર્યાદિત નથી : રાધિકા આપ્ટે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1