Aapnu Gujarat
શિક્ષણ

સિવિલ સર્વિસ એક્ઝામમાં મોટાપાયે ફેરફાર

મોદી સરકાર સિવિલ સર્વિસ એક્ઝામના વર્ષો જુની પદ્ધતિમાં મોટા પ્રમાણમાં ફેરફાર કરવાની તૈયારીમાં છે. હવેથી પરીક્ષામાં પાસ થાનારા ઉમેદવારો માટે નોકરીની સાથો સાથ વ્યવહારીક જ્ઞાન પણ ચકાસવામાં આવશે. આમ બંનેમાં નંબર મળ્યાં બાદ જ નક્કી કરવામાં આવશે કે તે ક્યા ક્ષેત્રમાં જવાને લાયક છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે પીએમ મોદીની સલાહ બાદ આ નવી પદ્ધતિ આ જ વર્ષથી લાગુ કરવામાં આવે તેવી શક્યતા છે. નવી પદ્ધતિ અનુસાર શક્ય છે કે, પરીક્ષામાં ટોપરને આઈએએસની કેડેર ના મળે અને તેનાથી ઓછી રેંક ધરાવતા ઉમેદવાર પર ટ્રેનિંગમાં શાનદાર પ્રદર્શનના જોરે આઈએએસ બની જાય.વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)ના નિર્દેશ પર ડિપાર્ટમેંટ ઓફ પર્સનેલ એંડ ટ્રેનિંગ (ડીઑપીટી)એ આ પદ્ધતિ લાગુ કરવા માટે તમામ પક્ષોની સલાહ માંગી છે. પ્રસ્તાવ અનુંસાર સફળ ઉમેદવારનો ફાંઉંડેશનલ કોર્સ પુરો કર્યા બાદ અને તેમાં મળેલા અંકના આધારે જ રાજ્ય અને સર્વિસની ફાળવણી કરવામાં આવશે. હાલ સિલિલ પરિક્ષામાં પરિણામના આધારે કેડર અને સર્વિસ નક્કી કરવામાં આવે છે.ટોપર્સને સામાન્ય રીતે આઈએએસ અને મોટા રાજ્યના કેડરના રૂપમાં મળે છે. આઈપીએસ, આઈએફએસ ઉપરાંત કેન્દ્રીય સેવાઓની ગ્રેડ એ નોકરી માટે અધિકારી આ પરીક્ષામાંથી પસંદગી પામે છે.આમ જો નવી પદ્ધતિ લાગુ કરવામાં આવી તો ટ્રેનિંગ બાદ જ નક્કી થશે કે કોને કઈ સેવા અને રાજ્યની કેડર મળશે. તેમાં મળેલા નંબર સિવિલ સર્વિસની પરીક્ષાના અંતિમ પરીણામો સાથે જોડવામાં આવશે, ત્યાર બાદ રેંક બનશે. આમ કરવા પાછળનો મોદી સરકારનો હેતુ એ છે કે નવા આઈએએસ અધિકારી ટ્રેનિંગમાં માત્ર પુસ્તકીયા જ્ઞાનથી આગળ વધીને દુનિયાના વ્યવહારીક જ્ઞાનને પણ સમજે. આઈડીયા ઓફ ઈંડિયાને હકીકતની દુનિયાથી સમજે અને જાણે. પોલિટિકલ સિસ્ટમ અને તેના ગવર્નેંસ પર પ્રભાવને પણ સમજે.વર્તમાન ટ્રેનિંગ સિસ્ટમમાં ફેરફારને લઈને અગ્રવાલ કમિટીના રિપોર્ટની મોટા ભાગની ભલામણો સરકારે સ્વિકારી લીધી છે. ઉલ્લેખનીય છે કે, મોદી સરકારે સત્તામાં આવ્યા બાદ જ આ સેવાઓની ટ્રેનિંગમાં અનેક ફેરફારો કર્યા છે. ૨૦૧૫માં નવા આઈએએસ અધિકારીઓને ટ્રેનિંગ દરમિયાન કેન્દ્રમાં ત્રણ મહિના આસિસ્ટંટ સેક્રેટરી તરીકે ટ્રેનિંગ મેળવવી અનિવાર્ય બનાવવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમને કેન્દ્રીય યોજનાઓ અને તેના ક્રિયાન્વય વિષે ઝીણવટપૂર્વકની માહિતી આપવામાં આવે છે. અગ્રવાલ કમિટીએ ટ્રેન્નિંગમાં ફેરફાર પહેલા ૧૮૦ આઈએએસ અધિકારીઓ વચ્ચે જઈને તેમના શું વિચાર છે તે જાણવામાં આવ્યાં હતાં. જેમાં ૧૨૭ પુરૂષો અને ૨૭ મહિલા આઈએએસ અધિકારીઓ શામેલ હતાં.

Related posts

ફી નિર્ધારણ અંગે જોગવાઈનો અમલ ન કરનાર સામે તવાઈ આવશે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા

aapnugujarat

ફી સંબંધી પ્રશ્નોના નિકાલ માટે શાળા સંચાલકો સાથે બેઠક યોજાશે : ચુડાસમા

editor

૨૦ જૂનથી લેવાશે સૌરાષ્ટ્ર યુનિ.ની પરીક્ષા

editor

Leave a Comment

UA-96247877-1