Aapnu Gujarat
શિક્ષણ

૨૦ જૂનથી લેવાશે સૌરાષ્ટ્ર યુનિ.ની પરીક્ષા

કોરોના કાળમાં રાજ્યમાં કોલેજના વિદ્યાર્થીઓને માસ પ્રોગ્રેસન આપવામાં આવ્યું છે. પણ ફાઈનલ યરના વિદ્યાર્થીઓની પરીક્ષા જૂનમાં લેવામાં આવનાર છે. તેવામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ જૂનમાં પરીક્ષા લેવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ૨૦ જૂનથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાઓ લેવામાં આવશે અને આ માટે ખાસ વ્યવસ્થા પણ યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા ગોઠવવામાં આવી છે.
બીએ, બીકોમ, બીબીએ, બીસીએ, બીએસસીમાં સેમેસ્ટર-૬, એમએ, એમકોમ, એમએડમાં સેમેસ્ટર-૪ અને બીએડમાં સેમેસ્ટર-૧ અને ૪ની ઓનલાઈન પરીક્ષા આગામી જૂન માસમાં લેવામાં આવનાર છે. ૨૦ જૂનથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાઓ શરૂ થશે. અને આ માટે ેંય્/ઁય્ની પરીક્ષા માટે ૧૫૦ જેટલાં કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યા છે. એક ક્લાસરૂમમાં માત્ર ૧૫ વિદ્યાર્થી પરીક્ષા આપશે અને પરીક્ષા કેન્દ્રો પર ડૉક્ટરની ટીમ હાજર રહેશે તેમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યું હતું. ગુજરાતની તમામ સરકારી અને ખાનગી યુનિવર્સિટીની કોલેજમાં સ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને, કોરોનાની વર્તમાન સ્થિતિને ધ્યાને લઈને મેરીટના આધારે માસ પ્રોગ્રેસન આપવા ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે. વિવિધ યુનિવર્સિટીના બીજા, ચોથા અને છઠ્ઠા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા તમામે તમામ વિદ્યાર્થીઓને મેરીટના આધારે માસ પ્રોગ્રેસન અપાશે. જો કે, મેડીકલ-પેરામેડીકલ ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માસ પ્રોગ્રેશન નહી અપાય. માસ પ્રોગ્રેસન માટે ૧૦૦ પૈકી ૫૦ ટકા માર્કસ આંતરિક મુલ્યાંકનના આધારે અને ૫૦ ટકા માર્કસ અગાઉના સેમેસ્ટરના આધારે ધ્યાને લેવાશે. કેટલાક કિસ્સામાં પ્રાયોગિક પરિક્ષા લેવાઈ ગઈ છે. તો તેવા કિસ્સામાં પ્રાયોગિક પરિક્ષાના માર્કસને ધ્યાને લેવાશે.

Related posts

कक्षा-५-८ के विद्यार्थियों की वार्षिक परीक्षा ली जाएगी

aapnugujarat

૫૩ શાળાઓની પ્રોવીઝનલ ફી જાહેર થઇ : વાલીઓમાં રોષ

aapnugujarat

ધોરણ-૧૦ બોર્ડ પરીક્ષાના પરિણામને લઈને ઉત્સુકતા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1